મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જેકલિન પોતાની બૉડી એટલે કે બ્રા લાઇન પર ટેટૂ ત્રોફાવતી દેખાઇ રહી છે. આ વીડિયોને જેકલિન ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, સાથે તેના કેટલાક મિત્રો પણ છે.



બ્રા લાઇન પર ત્રોફાવ્યુ ટેટૂ
જેકલિનના આ વીડિયોમાં તેની સાથે કેટલાક મિત્રો પણ છે, અને તે ટેટૂ સ્પેશ્યાલિસ્ટ પાસે ટેટૂ ચિતરાવી રહી છે. વીડિયો શેર કરતાં એક્ટ્રેસે લખ્યું- ‘પહેલીવાર ટેટૂ'.... જેકલિને પોતાનુ પહેલુ ટેટૂ બ્રા લાઇન પર ચિતરાવ્યુ છે, અને વીડિયોમાં તે પોતાના ટેટૂને બતાવી રહી છે.


ઉલ્લેખનીય છે કે, જેકલિને ફિલ્મ ‘અલાદીન’થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. જોકે, તેને ઓળખ સલમાન ખાન સાથે કરેલી ફિલ્મ ‘કિક’થી મળી હતી. હવે જેકલિન આગામી ફિલ્મ ડ્રાઇવમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે દેખાશે.