ફિલ્મ 'જગ્ગા જાસુસ'ની આ એક્ટ્રેસે કર્યો આપઘાત, એક વર્ષ પહેલા થયા હતા લગ્ન
નવી દિલ્લી: હાલમાં જ રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ જગ્ગા જાસુસની અભિનેત્રી બિદિશા બેજબરુઆએ ગુરુગ્રામમાં સોમવારે આત્મહત્યા કરી લીધી છે. આસામ મૂળની 30 વર્ષની આ અભિનેત્રી ગાયિકા પણ હતી. સોમવારે સાંજે ગુરુગ્રામ (ગુડગાંવ)ના પૉશ વિસ્તારમાં સુશાંત લોકમાં તેના ઘરે રહસ્યમય સ્થિતિમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ અધિકારી દિપક સહારેએ જણાવ્યું કે, બિદિશાએ ભાડેથી લીધેલા મકાનમાં પંખા પર લટકેલી હાલતમાં મળી આવી હતી. હાલમાં જ તેમણે આ મકાન ભાડા પર લીધુ હતું. બિદિશાના પિતાએ જણાવ્યું હતું કે, તે ફોન ઉપાડતી ન હતી. તેના પિતાને કંઇક શંકા થઈ હતી કેમ કે તે સોમવારથી ફોન ઉપાડતી ન હતી. તેમણે પોલીસનો સંપર્ક કરી તેના આવાસનો સરનામું આપ્યું. તેમણે જણાવ્યું કે, પોલીસ આવાસ પર પહોંચી ત્યારે તેનો મુખ્ય દરવાજો બંધ હતો. પોલીસ દરવાજો તોડી અંદર ગઇ ત્યારે તેમને બિદિશા પંખા પર લટકેલી મળી હતી.
પોલીસે મંગળવારે જણાવ્યું કે, આસામની બિદિશા ટીવી શૉની જાણીતી હસ્તી હતી. તેણે અનેક ટીવી શૉ હોસ્ટ કર્યા હતા. તે થોડા સમય પેહલાજ મુંબઈથી ગુરુગ્રામ આવી હતી.
સહારે જણાવ્યું કે, બિદિશાના પિતાએ તેમની ફરિયાદમાં દાવો કર્યો છે કે, બિદિશાએ પ્રેમ લગ્ન કર્યા હતા પણ તેના પતિ સાથે વારંવાર તેની લડાઈ થતી હતી, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેના મોબાઈલ, ફેસબુક અને સોશલ નેટવર્કિંગ સાઈટ્સની તપાસ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -