જાહ્નવી અને ઈશાનની ફિલ્મ ‘ધડક’એ પ્રથમ દિવસે કરી કેટલી કમાણી, જાણો વિગતે
નવી દિલ્હીઃ જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ધડક 20 જુલાઈના રોજ રિલીઝ થઈ ગઈ, જે મરાઠી હિટ ફિલ્મ સૈરાટની હિન્દી રીમેક છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફતી મિક્સ્ડ પ્રતિક્રિયા મળી રહી છે. ફિલ્મના પ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો સ્ટૂડન્ટ ઓફ ધ યરની ઓપનિંગ ડેની કમાણી જેટલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appboxofficeindia.comના અહેવાલ અનુસાર ફિલ્મે પ્રથમ દિવસે 7.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે જે વરૂણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધારથ મલ્હોત્રાની ડેબ્યૂ ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યરની પ્રથમ દિવસની કમાણી જેટલી છે. ફિલ્મની ઓક્યૂપેન્સી 30-35% સુધી રહી. ધડકને જોરદાર પ્રમોશન અને શ્રીદેવી-બોનીની દીકરી જાહ્નવીની ડેબ્યૂ ફિલ્મ જોતા આ ફિલ્મની કમાણીને લઈને આશા થોડી વધારે હતી.
શશાંક ખેતાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બે એવા લરર્સ પાર્થવી સિંહ (જાહ્નવી કપૂર) અને મધુકર (ઇશાન ખટ્ટર)ની કહાની છે, જે અલગ અલગ સમાજના હોય છે. ધડકની કહાની રાજસ્થાનના ઉદયપુર શહેરથી શરૂ થાય છે. રાજ પરિવાર સાથે જોડાયેલ પાર્થવી ન તો પોતાના રાજપરિવારના બંધનો અને કાયદાઓને દિલથી સ્વીકારે છે અને ન તો પોતાની સ્વતંત્રમાં ભાઈ, કાકા અથવા પોતાના પિતાની દખલ પસંદ છે.
બીજી બાજુ પાર્થવીના પિતા ઠાકુર રતન સિંહ (આશુતોષ રાણા)ને કોઈ તેના નિર્ણયની વિરૂદ્ધ જાય તે જરાય પસંદ નથી હોતું. પાર્થવીની કોલેજમાં ભણનાર મધુકર સાથે પાર્થવીને પહેલી જ નજરમાં પ્રેમ થઈ જાય છે. મધુકરના પિતાને એ પસંદ નથી હોતું કે તેનો દીકરો ઉંચી જાતી કે રાજપરિવારની પાર્થીને મળે, પરંતુ મુધકર અને પાર્થવી આ બધાને છોડીને એક બીજાને મળતા રહે છે અને લડે છે. કહેવાય છે કે ફિલ્મનો ક્લાઈમેક્સ ખૂબ જ ટ્વિસ્ટભર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -