કરન જોહરની 'દોસ્તાના 2'મા જ્હાનવી કપૂર-સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી દેખાય તેવી શક્યતા
ફિલ્મની વાર્તામાં પણ સમયને અનુસરીને ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે મૂળ ફિલ્મની માફક આ ફિલ્મનું દિગ્દર્શન પણ તરુણ મનસુખાની કરશે. જોકે ફિલ્મને ફ્લોર પર આવતા થોડો સમય લાગશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે કરણ જોહરે જ્હાનવી કપૂરને કાસ્ટ કરવાને લઈને આ વાતને માત્ર અફવા ગણાવી હતી. કરણ જોહર માટે ભાગે નવી પેઢીના કલાકારોને કાસ્ટ કરવામાં માને છે. જોકે હજી ત્રીજા કલાકાર એટલે કે બીજા અભિનેતાની પસંદગી બાકી છે.
મુંબઈ: કરણ જોહરની ફિલ્મ 'દોસ્તાના'ની સિકવલની તૈયારી થતી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિંયકા ચોપરાએ મુખ્ય પાત્ર ભજવ્યા હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે સારી ચાલી હતી. આ ફિલ્મની સીકવલ બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે.
કરણ જોહર ઘણા સમયથી આ ફિલ્મની સિકવલ બનાવાની તૈયારી કરતા હતા. કહેવાય છે કે નિર્માતાને હવે યોગ્ય સ્ક્રિપ્ટ મળી ગઇ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરને લેવામાં આવે તેવી શક્યતાઓ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -