લોકોને આ વીડિયો ખૂબજ ગમી રહ્યો છે. તેના પાછળ એક મહત્વનું કારણ છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, જાહ્નવી ચાલીને તેની કાર તરફ જઈ રહી છે. આ દરમિયાન એક નાનકડું બાળક દોડીને જાહ્નવી પાસે જાય છે અને તેની પાસેથી પુસ્તકો ખરીદવની વિનંતિ કરે છે. જાહ્નવી હસીને કહે છે કે તેની પાસે પૈસા નથી.
આટલું કહીને જાહ્નવી પોતાની કારમાં બેસી જાય છે, પરંતુ બાળક કાર સુધી પહોંચી જાય છે. ત્યારબાદ જાહ્નવી ડ્રાઇવર પાસેથી પૈસા લઈ બાળકને આપે છે અને હસીને બાય પણ કહે છે. બાળક પણ ખુશ થઈને ‘બાય દીદી’ કહે છે. સોશિયલ મીડિયામાં લોકો બાળક સાથે જાહ્નવીના વ્યવહારનાં વખાણ કરી રહ્યાં છે.
જાહ્નવીની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો, અત્યારે તે IAF પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મનું નામ કારગિલ ગર્લ છે.