ઈંગ્લેન્ડ સામે પરાજય થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ શું આપ્યું હારનું કારણ? જાણો વિગત
જીત બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું હતું કે, બીજી ટેસ્ટની જીતથી અમારો તણાવ ઓછો થયો છે. અમારા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. પરિસ્થિતિઓ પણ અમારા પક્ષમાં રહી પરંતુ અમે સાચી દિશામાં પ્રયાસ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઇ ગયો હતો. ઇંગ્લેન્ડે ભારતને હરાવવા માટે માત્ર ત્રણ દિવસનો સમય લીધો અને એક વખત બેટિંગ કરી હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 35.2 ઓવરમાં અને બીજી ઇનિંગ 47 ઓવરમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
નવી દિલ્હી: ઈંગ્લેન્ડ વિરૂદ્ધ લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતને ઇનિંગ અને 159 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, ‘અમે જે રીતે રમ્યા તે રીતે હારને લાયક જ હતા. ગત પાંચ ટેસ્ટ મેચમાં પ્રથમ વખત અમે ખરાબ રીતે હાર્યા છીએ. ઈંગ્લેન્ડે જે રીતે મેચ રમી, તેનું જીતવું સ્વાભાવિક હતું. અમારી રમત હારને લાયક જ હતી’.
જોની અને વોક્સે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. વોક્સના પ્રદર્શનથી હું ઘણો ખુશ છું. રૂટે વિકેટકીપર બેટ્સમેન ઓલી પોપની પણ પ્રશંસા કરી હતી.
વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, જ્યારે તમે રમી રહ્યાં હોવ છો ત્યારે પરિસ્થિતિ વિશે વિચારી નથી શકતા. ઇંગ્લેન્ડના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું અને રન બનાવ્યા હતાં. મને લાગે છે કે અમારું ટીમ સંયોજન ખોટું હતું. વિરાટ કોહલીએ પોતાની ઇજા વિશે કહ્યું હતું કે, હું પાંચ દિવસમાં ફિટ થઈ જઈશ. જોકે, પીઠના નીચેના ભાગમાં મને દુખાવો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -