નીતિન પટેલને મોતની ધમકી આપતો વીડિયો બનાવનારા બે માલધારી યુવકોની ધરપકડ, જાણો વિગત
માલધારીઓ તેમના સમાજના રાજુ રબારી માટે સરકાર પાસે ન્યાય માગી રહ્યા છે. રાજુ રબારીની હત્યા 25 જુલાઈએ મહેસાણા જિલ્લાના રાજપુર ગામે થઈ હતી. શુક્રવારે રાજપુરથી માલધારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા નંદાસણ સુધી રેલી યોજી કેસના મુખ્ય આરોપીને પકડવા માંગ કરી હતી. રેલી હિંસક બનતા સ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજુ રબારીની હત્યા થઈ છે ત્યારથી રાજપુર અને આસપાસના વિસ્તારોમાં અશાંતિનો માહોલ છે. માલધારીઓનો દાવો છે કે, રાજુ રબારી ગૌ રક્ષક હતો અને તેને ગૌ હત્યા કરતાં કેટલાક શખ્સોએ મારી નાખ્યો છે. જોકે, DySP મંજિતા વણઝારાએ કહ્યું હતું કે, રાજુ રબારીની હત્યાને ગૌ રક્ષા સાથે કોઈ સંબંધ નથી.
પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.આલે કહ્યું હતું કે, આરોપીઓએ કબુલી લીધું છે કે કુરબાઈ ગામમાં વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને બાદમાં બે વ્હોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવ્યો હતો. આરોપીઓ સામે IPCની કલમ 153 (a), 506(2), 504 અને 114 હેઠળ માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વીડિયો વડવાલા ડીજીટલ્સની યૂ-ટ્યૂબ ચેનલ પર પણ અપલોડ કરવામાં આવ્યો હતો. પોલીસ વીડિયો અપલોડ કરનાર શખ્સને શોધી રહી છે.
વીડિયોમાં કહ્યું હતું કે, નીતિન પટેલ કચ્છમાં પ્રવેશ કરશે તો જાનથી મારી નાખવામાં આવશે અને 2019ની ચૂંટણીમાં સરકારને પરિણામ ભોગવવું પડશે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મોતની ધમકી આપનારા બે માલધારી યુવકોની કચ્છ LCBએ રવિવારે ધરપકડ કરી હતી. ધમકી આપનારા યુવકોની ઓળખ સારંગ રબારી અને રાણા રબારી તરીકે થઈ છે. બંને મેઘાપર ગામના રહેવાસી છે. મહેસાણામાં રાજુ રબારી નામના શખ્સની હત્યા બદા આ બંને યુવકો દુઃખી હતા, જેના કારણે તે બન્નેએ DyCM નીતિન પટેલને ધમકી આપતો વીડિયો બનાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -