છેલ્લા 10 વર્ષની આ સ્ટારની ફિલ્મ જોવા ભારત આવે છે આ જાપાની કપલ
ભારત આવીને ફિલ્મ જોવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, જાપાનમાં ફિલ્મો મોડી રીલિઝ થાય છે, પરંતુ તે રજનીકાંતની ફિલ્મ પહેલા જ જોવા માંગતા હતા. જો કે રસપ્રદ વાત એ છે કે જાપાનમાં બે જ દિવસ પછી ફિલ્મ રીલિઝ થવાની છે, પણ આ લોકો માટે બે દિવસ પણ રાહ જોવી મુશ્કેલ હતું.
આ કપલને રજનીકાંતની ફિલ્મોનો એટલો ક્રેઝ છે કે સવારથી લઈને અડધો દિવસ પત્યો ત્યાં સુધી બે વાર ફિલ્મ જોઈ ચુક્યું છે અને હવે ત્રીજો શૉ પણ જોશે. તેમણે જણાવ્યું કે તે રજનીકાંતની સ્ટાઈલ, એક્શન અને સાદગીને અત્યંત વધારે પસંદ કરે છે.
જાપાનથી આવેલા યસુધાએ મીડિયાને જણાવ્યું કે, તે જાપાનના ઓસાકાથી આવે છે અને પાછલા 10 વર્ષથી રજનીકાંતની ફિલ્મો જોવા ચેન્નાઈ આવી રહ્યા છે. તે અંગ્રેજી નથી બોલી શકતા પણ તેમને તમિલ આવડે છે.
નવી દિલ્હીઃ ઘણી વખત એવી ચર્ચા થતી હોય ખે ભારતીય ફિલ્મ ઉદ્યોગના ક્યાર સ્ટાર વિદેશમાં સૌથી વધુ પોપ્યુલર છે. આ મામલે રજનીકાંતનો જરબદસ્ત ક્રેઝ છે કારણ કે તેની ફિલ્મ કાલાનો ફર્સ્ડ ડે ફર્સ્ટ શો જોવા માટે જાપાનથી એક કપલ ખાસ ચેન્નઈ આવ્યું છે.