બાહુબલી-2ના ફેન થયા જાપાની, ટીમને મોકલી આ ગિફ્ટ, જુઓ તસવીરો
થિયેટરમાં બાહુબલીના ફેન હાથમાં પોસ્ટર લઇને ફિલ્મ જોવા આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજમૌલીએ કહ્યું કે, હજુ સુધી તેમણે હજુ સુધી રાણા ડગ્ગુબાતીની ગિફ્ટસ ખોલી નથી.
દરેક ગિફ્ટને એક ખાસ આર્ટથી સજાવવામાં આવી છે. હું આ લોકોનો આભારી છું તેમ પણ રાજમૌલીએ ઉમેર્યું હતું.
રાજમૌલીના કહેવા મુજબ ફેન્સ ગ્વારા આપવામાં આવેલી ગિફ્ટ્સથી તેમના ચહેરા પર હાસ્ય આવી જાય છે.
રાજમૌલીએ કહ્યું જાપાનમાં અમને અઢળક પ્રેમ મળ્યો. લોકોએ અનેક ગિફ્ટ બોક્સ આપ્યા. હવે અમે એક-એક કરીને ખોલી રહ્યા છીએ. મેકર્સને મળેલી ગિફ્ટ્સમાં ફેન્સ દ્વારા બનાવવામાં આવેલા પેઇન્ટિંગ્સ, પંખા અને અનેક પ્રકારની ચીજો સામેલ છે.
જાપાની ફેન્સ તરફથી મળેલી ગિફ્ટ્સને ફિલ્મની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી અને પ્રોડ્યૂસર શોબૂ યારલાગડ્ડાએ ખોલી હતી. ડાયરેક્ટર રાજમૌલીએ કહ્યું- અમે જાપાનથી આવ્યાને એક સપ્તાહ થઈ ગયું છે. હું જાપાનનો આભાર વ્યક્ત કરું છું. બાહુબલીના કારણે અનેક દેશોમાં જવાનો મોકો મળ્યો, તેમાં સૌથી ફેવરિટ દેશ જાપાન રહ્યો.
મુંબઈઃ થોડા દિવસો પહેલા બાહુબલીના ડાયરેક્ટર એસએસ રાજમૌલી અને પ્રોડ્યૂસર શોબૂ યાગલાગડ્ડા જાપાનમાં બાહુબલી-2ના સેલિબ્રેશનમાં સામેલ થયા હતા. આ સેલિબ્રેશન જાપાનમાં બાહુબલી-2 100 દિવસ સુધી થિયેયર્સમાં ચાલી તે માટે કરવામાં આવ્યું હતું. જાપાનમાં બાહુબલીના ફેન્સે ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર પર ખૂબ પ્રેમ વરસાવ્યો અને આવી શ્રેષ્ઠ ફિલ્મ બનાવવા માટે અનેક ગિફ્ટ મોકલી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -