નાગિન 4માં આ એક્ટ્રેસ ભજવશે બીજી ‘નાગિન’નું પાત્ર, એકતા કપૂરે કર્યો ખુલાસો
abpasmita.in | 14 Nov 2019 08:06 AM (IST)
ટીવીની જાણીતી અભિનેત્રી નિયા શર્મા શોમાં મુખ્ય પાત્ર ભજવવાની છે. બુધવારે શોની બીજી નાગિનનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
મુંબઈઃ ટીવીમાં હાલ સુપરનેચરલ શોની બોલબાલા છે. નાગિન, ડાયન અને નજર જેવા શોની લોકપ્રિયતાથી આ પ્રકારના શોને બનાવવાની નિર્માતાને પ્રેરણા મળે છે. કલર્સ ટીવીના જાણીતી સીરિયલ નાગિન-3માં સુરભિ જ્યોતિ, પર્લ વી પુરી અને અનીતા હસનંદાની નજરે પડ્યા હતા. નવેમ્બરમાં જ નાગિન 4ના લોન્ચ થવાની આશા છે. આ શોની લોકપ્રિયતા જોતા શોના નિર્માતાએ તેને શાનદાર બનાવવાની તૈયારીમાં છે. ટીવીની જાણીતી અભિનેત્રી નિયા શર્મા શોમાં મુખ્ય પાત્ર ભજવવાની છે. બુધવારે શોની બીજી નાગિનનો ખુલાસો કરવામાં આવ્યો હતો. એકતા કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર નાગિન 4ની નવી નાગિનનો ખુલાસો કરતા લખ્યું કે, નાગિનની આ ધરતી પર તમારું સ્વાગત છે જસ્મિન ભસીન. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)