ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના ટ્રેલરના અંતમાં ફિલ્મ સાથે જોડાયેલા નિર્માતા-નિર્દેશક અને પુરી ટીમનું નામ દેખાડવામાં આવ્યું છે. આમાં એકદમ છેલ્લે જાવેદ અખ્તરનું નામ પણ સામેલ છે. તેમનું નામ આ ફિલ્મમાં લેરિક્સ ક્રેડિટમાં લખવામાં આવ્યું છે. જાવેદ અખ્તરે આ જોયું તો, તેમને ગુસ્સો આવી ગયો હતો કારણ કે તેઓ આ ફિલ્મ સાથે જોડાયેલા નથી અને એવામાં કોઈ કારણ વગર તેમનું નામ ફિલ્મની ક્રેડિટમાં લખવામાં આવ્યું છે.
જાવેદ અખ્તરે એક ફોટો ટ્વિટ કરતા લખ્યું, હું ફિલ્મના પોસ્ટરમાં પોતાનું નામ જોઈ આશ્ચર્ય છુ કારણ કે, મે આ ફિલ્મ માટે કોઈ ગીત લખ્યું નથી. જાવેદ અખ્તરના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર જબરદસ્ત બબાલ શરૂ થઈ ગઈ છે.
મુંબઇઃવિવેક ઓબેરોયની ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી'નું ટ્રેલર થયું રીલિઝ, જુઓ વીડિયો