ફેન્સે મોબાઈલથી ખેંચી તસવીર તો ગુસ્સામાં આ એક્ટ્રેસે જાહેરમાં તેની કાઢી ઝાટકણી, જુઓ Video
abpasmita.in | 19 Mar 2019 11:38 AM (IST)
મુંબઈઃ બધા લોકો એ વાત જાણે છે કે જયા બચ્ચનને કોઈ તેની તસવીર ખેંચે તે બિલકુલ પસંદ નથી. ઘણી વખત એવું જોવા મળ્યું છે જ્યારે તે મીડિયાવાળા અને ફોટોગ્રાફર્સ પર પણ ગુસ્સે થતા જોવા મળ્યા છે. જયા બચ્ચનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેની તસવીર ખેંચનાર ફેન્સ પર તે ગુસ્સે થતા જોવા મળ્યા છે. તેમણે ફેન્સને આમ ન કરવાની ચેતવણી પણ આપી છે. ઇન્ટરનેટ પર તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફેન્સ સાથે તેમના આ વ્યવહારને લઈને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જયા બચ્ચને તાજેતરમાં જ કરણ જોહરની માતા હીરુ જૌહરની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. જોકે, ત્યાંથી બહાર નીકળતા સમયે એક ફેને જયા બચ્ચનનો ફોટો ક્લિક કર્યો હતો. જોકે, તેણે જ્યારે જયા બચ્ચનને ગુસ્સામાં જોયા તો ત્યાંથી છટકવા લાગ્યો હતો. જોકે, જયા બચ્ચને તેને પરત બોલાવ્યો અને સખત રીતે ખખડાવ્યો હતો કે તેમની પરમિશન વગર તેણે ફોટો કઈ રીતે પાડ્યો? નોંધનીય છે કે, અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે જયા બચ્ચન claustrophobic નામની બીમારીથી પીડિત છે. જે હેઠળ વ્યક્તિ અચાનક ભીડ જોઈને ગભરાય જાય છે. આથી અનેકવાર વ્યક્તિને ગુસ્સો આવવા લાગે છે. આવું ત્યારે જ થાય છે ત્યારે તે રસ્તા, લિફ્ટ, બજાર જેવી જગ્યાઓ પર ભીડ જુએ છે.