નવી દિલ્હીઃ પુલવામાં થયેલ આતંકી હુમલા બાદ દેશભરમાં એવી માગ ઉઠવા લાગી હતી કે હવે ભારતને પોતાના પાડોશી દેશ પાકિસ્તાન સાથે તમામ પ્રકારના સંબંધ ખત્મ કરી દેવા જોઈએ. પાકિસ્તાનની સાથે સંબંધ રાજનીતિક જ નહીં રમતના સ્તરે પણ ખત્મ થવા જોઈએ. ફરી એક વખત આ માગ ઉઠી છે. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આગામી ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમવા પર પોતાનું સ્ટેન્ડ ફરી એક વખત સ્પષ્ટ કર્યં છે. ગંભીરે કહ્યું કે, ભારતે પાકિસ્તાન સાથે પોતાના ગ્રુપ મેચ જ નહીં પરંતુ ટૂર્નામેન્ટની ફાઈનલ પણ હોય તો પણ તે ન રમવી જોઈએ.



ગંભીરે કહ્યું હતું કે જો ભારત બોયકોટના કારણે બે પોઇન્ટ ગુમાવવા પણ પડે છે તો તેની ચિંતા કરવી જોઈએ નહીં. સાથે ગંભીરે કહ્યું હતું કે જો આમ થાય તો દેશની જનતાએ ટીમ ઇન્ડિયાનો સાથ મજબૂતીથી આપવો જોઈએ. આપણે એશિયા કપનો પણ બોયકોટ કરવો જોઈએ જેથી આપણે પાકિસ્તાન સામે ન રમી શકીએ. મારા માટે સૈનિકોના પ્રેમથી મોટું કશું જ નથી.