આ એક્ટ્રેસને ડાયરેક્ટરે કહ્યું- શર્ટ ખોલ અને.....
આ અનુભવ તેને પ્રથમ મુલાકાત સમયે થયો હતો. જેનિફરે કહ્યું, તે સમયે હું કંઈ પણ બોલવાથી ડરી રહી હતી. હું વિચારી રહી હતી કે હું શું કરું. આ વ્યક્તિ મને કામ આપી રહ્યો છે. આ મારી પ્રથમ ફિલ્મ હતી. પરંતુ હું જાણતી હતી કે તેનો વ્યવહાર ઠીક ન હતો. આ મારા માટે ખોટી દિશામાં જઈ શકે એમ હતું. જોકે જેનિફરે એ ડાયરેક્ટરના નામનો ખુલાસો કર્યો નથી.
જેનિફર લોપેઝે કહ્યું કે તે ડાયરેક્ટરની આ ખોટી માગને કારણે અસહજ થઈ ગઈ હતી કારણ કે તે મને છાતી બતાવવા માટે કહી રહ્યો હતો. જેનિફરે જણાવ્યું, મારું એ રીતે શોષણ કરવામાં ન આવ્યું જે રીતે મહિલાઓનું કરવામાં આવે છે. શું મને કોઈ ડાયરેક્ટરે કહ્યું કે હું મારું શર્ટ ખોલું અને છાતી બતાવું, એવું થયું છે. શું મે એવું કર્યું? તો જવાબ છે બિલકુલ નહીં.
નવી દિલ્હીઃ સિંગર એક્ટ્રેસ જેનિફર લોપેજે પણ જાતીય શોષણ વિરૂદ્ધ પોતાનો અવાજ ઉઠાવી રહી છે. વિશ્વભરમાં પોતાના ગીત અને એક્ટિંગ માટે જાણીતી જેનિફર લોપેઝે જણાવ્યું કે, તેને એક ડાયરેક્ટર પોતાની છાતી બતાવવા માટે કહ્યું હતું. આઈએએનએસના હારપર્સ બજાર મેગેઝીનમાં જેનિફરના ઇન્ટરવ્યૂને ટાંકીને આ જાણકારી આપી છે. જેનિફર લોપેઝ હોલિવૂડમાં પોતાના અનુભવની વાત કરી રહી હતી.