આવી રહ્યો છે વિશ્વનો પ્રથમ 3 કેમેરેવાળો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
લીક થયેલા ફોટો જોઈને લાગી રહ્યું છે કે ફોનના ટોપમાં આઈફોન X જેવી ડિસ્પ્લે જોવા મળી શકે છે. આ ઉપરાંત ફ્રન્ટમાં ટોપમાં સ્પીકર પાસે ફ્રન્ટ કેમેરા જોઈ શકાય છે. તેની બેક પેનલ પર 3 કેમેરા જોવા મળે છે. હુવાઈ P20 3 વેરિયન્ટમાં લોન્ચ થઈ શકે છે. આ સ્માર્ટફોનની ભારતમાં અંદાજીત કિંમત 72,000 રૂપિયાની આસપાસ રહી શકે છે.
ફોનના કેમેરાની ક્વાલિટીની વાત કરીએ તો કેમેરાની પિક્ચર ક્વોલિટી બ્રાઈટ છે. તેનાથી અંદાજ લગાવી શકાય કે આ કેમેરા ઘણા મેગાપિક્સલના હશે. લો અપર્ચર હોવાથી ઓછી લાઈટમાં વધુ સારા ફોટો લઈ શકાય છે.
ફોનના ફ્રન્ટમાં ટોપ પર સ્પીકરની સાથે જ ફ્રન્ટ કેમેરા જોઈ શકાય છે. તેની ડિસ્પ્લે અને એડવાન્સ કમેરાને જોતા અંદાજ લગાવી શકાય કે તેમાં ફેસ અનલોક આઈડી મળી શકે છે. એટલે કે ફોનનું લોક ચેહરો જોઈને ખુલી જશે. લીક ઇમેજ અનુસાર તેના ફ્રન્ટમાં હોમ બટન પણ જોઈ શકાય છે. જે ડિસ્પ્લે બોટમમાં આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ વિશ્વનો પ્રથમ 3 રિયર કમેરેવાળો સ્માર્ટફોન આવવાનો છે. આ સ્માર્ટફોન હુવાઈ લઈને આવી રહી છે. કંપનીએ આ સ્માર્ટફોનને રજૂ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનના બે વીડિયો પણ જારી કર્યા છે. આ સ્માર્ટફોન પરથી 27 તારીખે પડતો ઉંચકાશે. કંપની તરફથી જારી કરવામાં આવેલ ટીઝરમાં Huwai P20ના કેમેરાની તુલનામાં ડીએસએલઆર કેમેરા સાથે કરવામાં આવી છે.