રજનીકાંતને ડિરેક્ટ કરનારા રંજીથની ફિલ્મમાં ચમકશે જીજ્ઞેશ મેવાણી, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મના ડાયરેક્ટર રંજીથે મેવાણી સાથે ફોટા ટ્વીટર પર શેર કર્યા હતા જે સોશિયલ મીડિયામા વાયરલ થયા છે.
પા રંજીથ ફિલ્મ 'કબાલી' ના ડાયરેક્ટર છે જે બાદ તેઓ કાલા ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં રજનીકાંત, હુમા કુરેશી, નાના પાટેકર જેવા કલાકારો સાથે જીજ્ઞેશ મેવાણી પણ આંદોલનકારીના રોલમાં જોવા મળશે.
મેવાણીએ કહ્યું, તેઓ રોલ કરવા માટે ઉત્સુક છે. ફિલ્મનો ટોપિક પસંદ પડતા તેમણે ઓફર સ્વિકારી છે. આ ફિલ્મ પણ દલિતો પર થતા અત્યાચાર આધારે બની રહી છે. ફિલ્મના કારણે જ સમાજમાં સંદેશો પહોંચે છે પરિણામે મે નાનકડો રોલ કરવાની તૈયારી બતાવી છે.
14 જાન્યુઆરીના ચેન્નઈમાં તામિલ ફિલ્મના ડાયરેક્ટર પા રંજીથ સાથે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના મુલાકાત થઈ હતી. મોવાણીએ રંજીથ સાથે પોંગલની ઉજવણી કરી હતી. ઉનાકાંડ, જેએનયૂ પ્રકરણમાં દલિતોના હક માટે લડતા મેવાણીથી રંજીથ પ્રભાવિત થયા હતા.
અમદાવાદ: વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી હવે ફિલ્મમાં જોવા મળશે. એક તામિલ ફિલ્મમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આંદોલનકારીની ભૂમિકામાં જોવા મળશે. રાજ્યમાં વિવિધ મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ આપેલી લડતથી તામિલ ફિલ્મના ડાયરેક્ટર પા રંજીથ પ્રભાવિત થયા હતા અને તેમણે મેવાણીને ફિલ્મમાં કામ કરવાની ઑફર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -