IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો ભારતીય બોલર ગુજરાતનો જયદેવ ઉનડકટ: જાણો કેવી છે તેની પર્સનલ લાઈફ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયદેવ ઉનડકટે જણાવ્યુ હતું કે, અગાઉ પણ હું ભાવનગર ખાતે ડોમેસ્ટિક મેચોમાં ભાગ લેવા આવી ચૂક્યો છું. અહીં સારો આવકાર મળે છે.
જયદેવ સૌરાષ્ટ્રની ટીમનો મહત્ત્વનો બોલર છે. તેની વેધક બોલિંગથી અનેક વખત પ્રતિસ્પર્ધી ટીમને પરાજયનો માર્ગ દેખાડ્યો છે.
જયદેવ સૌરાષ્ટ્રની રણજી ટીમ ઉપરાંત સૌરાષ્ટ્રની અન્ડર-19, ઇન્ડિયા અન્ડર-19, ઇન્ડિયા તેમજ આઇપીએલમાં રોયલ ચેલેન્જ બેંગ્લુરું, રાઇઝિંગ પૂણે જાયન્ટસ, કોલકાતા નાઇટ રાઇડર અને દિલ્હી ડેર ડેવિલ્સની ટીમ વતી રમી ચૂકયો છે.
જયદેવ ઉનડકટ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી રમી ચુક્યો છે.
જયદેવ ઉનડકટે સચિન તેંડુલકર પાસેથી ટેસ્ટ કેપ મેળવી હતી. ઉનડકટે 2010માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું.
આ સાથે જ તેને IPLના ઈતિહાસમાં 100 વિકેટ પણ ઝડપી હતી. જ્યારે તે ફાઇવ વિકેટ હોલ ઓફ ફેમમાં પણ શામેલ થઇ ગયો હતો.
જયદેવ ઉનડકટે 4 ઓવરમાં 1 મેઈડન સાથે 30 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જયદેવ ઉનડકટે હેટ્રિક ઝડપી રેકોર્ડ બનાવ્યો હતો.
પોરબંદરમાં જન્મેલા લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે 2010માં ફર્સ્ટ કલાસ મેચમાં ડેબ્યુ કર્યું હતું.
સૌરાષ્ટ્રના પોરબંદરના વતની ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે આઇપીએલની છેલ્લી સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં ટોચના બે સ્થાનમાં પ્રવેશ મેળવ્યો હતો.
અમદાવાદ: ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝન માટે બીજા દિવસે ખેલાડીઓની હરાજી શરૂ થઇ ગઇ છે. ભારતનો ફોસ્ટ બોલર જયદેવ ઉનડકટ 11.50 કરોડની બોલીની સાથે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો છે. જયદેવ ઉનડકડને રાજસ્થાન રોયલ્ટે ખરીદ્યો છે. ટી20માં જયદેવ ઉનડકટની વિશેષતાના કારણે આટલી મોટી બોલી બોલાવામાં આવી હતી. છેલ્લી સિઝનમાં રાઈઝિંગ સુપરજાયન્ટ તરફથી 13.41ની એવરેજ સાથે 24 વિકેટ ઝડપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -