બોલિવૂડના જાણીતા કોમેડિયનનું થયું નિધન, ‘નંદી’થી મળી હતી ઓળખ
પપ્પૂ માત્ર એક્ટર જ નહીં પરંતુ તેઓ એક ઉત્તમ ક્લાસિકલ ડાન્સર પણ હતા. તેમને જાણિતા કથક ગુરુ બિરજૂ મહારાજજીના હસ્તે સન્માન પણ મળ્યું હતું. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની આંબડેકર યુનિવર્સિટીએ તેમને ડોક્ટરેટ ડિગ્રીથી સન્માનિત પણ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગભગ 25 વર્ષની લાંબી કારકિર્દીમાં તેમણે ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ખોયા ખોયા ચાંદ, ફૂલ ઔર અંગાર, તુમસે અચ્છા કૌન હૈ અને હીરો હિન્દુસ્તાની જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું. ટીવીની વાત કરીએ તો તેઓએ પ્રતિજ્ઞા, યે પ્યાર ન હોગા કમ, આયારામ ગયારામ, જય માં વૈષ્ણો દેવી, જય હનુમાન અને ઓમ નમ: શિવાય જેવી હિટ સિરિયલ્સમાં કામ કર્યું હતું. ઓમ નમ: શિવાયમાં તેઓ નંદીના રોલમાં જોવા મળ્યા હતા.
1990ના પોપ્યુલર ટીવી શો ટીપુ સુલતાન કી તલવારમાં મૈસૂરના મહારાજના રોલમાં જોવા મળેલા પપ્પૂનો ચહેરો દર્શકોના મનમાં હંમેશા રહેશે. આ શો માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
નવી દિલ્હીઃ પપ્પૂ પોલ્સિટરના નામથી જાણીતા ટીવી અને ફિલ્મ કોમેડિયન સૈયદ અદરૂલ હસન ખાન બહાદુરનું મંગળવારે નિધન થયું છે. તે યૂપીના રહેવાસી હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમનો સંબંધ અવધના દસમાં નવાબ, નવાબ વાજિદ અલી શાહ સાથે હતો. તેમણે રિતિક રોશનની ફિલ્મ જોધા અકબર (2008)માં મુલ્લા દો પ્યાજાની ભૂમિકા નિભાવી હતી. ઉપરાંત નાના પડદે તે નંદીની ભૂમિકા માટે જાણીતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -