જોન અબ્રાહમે શેર કરી પોતાની ન્યૂડ તસવીર, લખ્યું, ‘કપડાની રાહ જોઉં છું’ જાણો શું છે મામલો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Mar 2021 12:38 PM (IST)
જોન અબ્રાહમે તેમની ન્યૂડ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટો પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘હું કપડાની રાહ જોઉં છું, સેટ પર મારી જિંદગી’
જોન અબ્રાહમે હાલ તેમની અપકમિંગ ફિલ્મ એક વિલન રિર્ટન પર કામ શરૂ કર્યું છે. તેમના ફિલ્મના સેટ પરની એક તસવીર સામે આવી છે. જેમાં જોન અબ્રાહમ સોફા પર બેઠા છે અને ન્યૂડ શરીરને સફેદ તકિયાથી કવર કરવાની કોશિશ કરી રહ્યાં છે. ફિલ્મ શૂટ પરની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ તસવીર પોસ્ટ થયાના 2 કલાકમાં 4 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે અને 4 લાખથી વધુ શેર પણ થઇ ચૂકી છે. શું હતું ફેન્સનું રિએકશન? જોનની આ તસવીર જોઇને યુઝર્સે ખૂબ મજા લીધી, એક યુઝરે લખ્યું, ‘ભાઇ કપડે કહાં ગયે? તો કેટલાક યુઝરે તેની ફિટનેસના વખાણ કરતા મસલ્સની કમાલ ગણાવી. કેટલાક યુઝરે અમેજિંગ, સુપર અને હેડસમ, જેવા શબ્દોથી પ્રતિક્રયા આપી.