સુરતઃ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સામે નેશનલ હાઈવે પર કામરેજ નજીક ચક્કાજામ કરવાના કેસમાં આરોપો ઘડી શકાયા નથી. આ કેસના અન્ય આરોપીઓ અલ્પેશ કથીરિયા તેમજ સંજય માવાણી ગેરહાજર રહેતાં સોમવારે કોર્ટ કાર્યવાહી અધુરી રહી હતી અને હાર્દિક સહિતના આરોપીઓસામે આરોપો નહોતા ઘડી શકાયા. નામદાર કોર્ટ દ્વારા આગામી 12 એપ્રિલના દિવસે વધુ કાર્યવાહી કરવા આદેશ અપાયો છે.
સોમવારે સુરત જીલ્લાના કઠોરના ન્યાયલય ખાતે કોંગ્રેસના હાર્દિક પટેલે હાજરી આપી હતી. 5 વર્ષ પહેલાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન નેશનલ હાઈવે પર કામરેજ નજીક પાસના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અલ્પેશ કથીરિયા સહીત અનેક લોકો સામે ગુના નોંધાયા હતા. કાર્યકરોની પૂછપરછ બાદ હાર્દિક પટેલનું નામ ખૂલતાં કામરેજ પોલીસ મથકમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહીતના કાર્યકરો પર ગુનો નોંધાયો હતો. તેનો કેસ કામરેજની કઠોર કોર્ટમાં ચાલી રહ્યો છે. તેની સોમવારે તારીખ હતી અને હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. હાર્દિક સિવાય અન્ય આરોપી અલ્પેશ કથીરિયા તેમજ સંજય માવાણી ગેરહાજર રહેતાં કોર્ટ કાર્યવાહી અધૂરી રહી હતી.
Surat: હાર્દિક કોર્ટમાં હાજર રહ્યો છતાં કેમ આરોપો ના ઘડી શકાયા ? જાણો હાર્દિક સામે શું છે કેસ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2021 10:07 AM (IST)
સોમવારે સુરત જીલ્લાના કઠોરના ન્યાયલય ખાતે કોંગ્રેસના હાર્દિક પટેલે હાજરી આપી હતી
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -