સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શાનદાર દેખાવ કરનારી આમ આદમી પાર્ટી (AAP)એ સુરત જિલ્લામાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. સુરત મહાનગર પાલિકા બાદ સુરત જીલ્લામાં AAPએ ખાતું ખોલાવીને તાલુકા પંચાયતની બેઠક જીતી છે.


આમ આદમી પાર્ટી (AAP)ની કામરેજ તાલુકાની આંબોલી તાલુકા પંચાયત બેઠકમાં જીત થઈ છે. સુરત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલનો ગઢ મનાય છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ અહીં પ્રવેશ કર્યો છે.

ગુજરાતની  31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર તમામની નજર રહેશે. સુરતમાં 27 સીટ જીત્યા બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સુરતમાં રોડ શો કરીને સૌરાષ્ટ્રવાસીઓને રિઝવ્યા હતા. જેથી સૌરાષ્ટ્રમાં આપના દેખાવ પર તમામની નજર છે.