પહેલા જ દિવસે જંગી કમાણી કરનારી ટોપ 10 ભારતીય ફિલ્મ કઈ? જુઓ તસ્વીરો
6 જુલાઈ 2013ના દિવસે રીલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ સુલતાને પહેલા દિવસે 36.54 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે ઓપનિંગ કલેક્શનમાં શાહરૂખ ખાનની ‘ફેન’ ફિલ્મને પાછળ છોડી દિધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકબિર ખાનની ફિલ્મ એક થા ટાઈગરે પહેલા દિવસે 32.93 કરોડની કમાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સલમાન અને કેટરીનાએ સાથે કામ કર્યું હતું. જ્યારે કેટરિનાની કબિર ખાન સાથેની આ બીજી ફિલ્મ હતી.
ફિલ્મ સિંઘમની સિક્વલ સિંઘમ રિટર્ન્સનું ફર્સ્ટ-ડેનું કલેક્શન 32.09 કરોડ હતું. જે વર્ષ 2014માં રીલિઝ થઈ હતી.
ધૂમ-3 ફિલ્મે પહેલા દિવસે 35 કરોડની કમાણી કરી હતી.
શુક્વારે રીલીઝ થયેલી રજનીકાંત અભિનીત ફિલ્મ કબાલીએ બોલિવૂડ ફિલ્મના તમામ રેકોર્ડ્સ બ્રેક કરી દિધા છે. ફિલ્મ મેકરના જણાવ્યા અનુસાર ફિલ્મે પહેલા જ દિવસે 250 કરોડની કમાણી કરી છે. આમ, ફિલ્મે ફર્સ્ટ ડે હાઈએસ્ટ કલેક્શનમાં હેપ્પી ન્યૂ યર, પ્રેમ રતન ધન પાયો, સુલ્તાન, ધૂમ 3, ચેન્નઈ એક્સપ્રેસ, ફેન જેવી ફિલ્મને પાછળ છોડી દિધી છે.
અત્યાર સુધીમાં હાઈએસ્ટ ઓપનિંગ કલેક્શન ફિલ્મ હેપ્પી ન્યૂ યરના નામે હતું. આ ફિલ્મ 24 ઓક્ટોબર 2014માં રીલિઝ થઈ હતી અને પહેલા દિવસે 44.97 કરોડની કમાણી કરી હતી.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું ઓપનિંગ કલેક્શન 33.12 કરોડ રહ્યું હતું. આ ફિલ્મ વર્ષ 2013ની સૌથી મોટી ફિલ્મ હતી.
કબિર ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાને પહેલા દિવસે 27.54 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, કરીના કપૂર, હર્ષાલી મલ્હોત્રાએ કામ કર્યું છે.
2014માં આવેલી કેટરિના અને રિતિક રોશનની ફિલ્મ બેંગ બેંગને વિવેચકોએ વખોડી કાઢી હતી. તેમ છતા ફિલ્મનું ઓપનિંગ કલેક્શન 27.54 કરોડ નોંધાયું છે.
સલમાન ખાન અને સોનમ કપૂર સ્ટારર પ્રેમ રતન ધન પાયો ફિલ્મે પહેલા દિવસે 40.35 કરોડની કમાણી કરી હતી. સૂરજ બડજાત્યાની આ ફિલ્મ 12 નવેમ્બર 2015ના દિવસે રીલિઝ થઈ હતી.
આમિર ખાનની ફિલ્મ પીકેએ પહેલા દિવસે 27.25 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2015માં રીલિઝ થઈ હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -