Kabzaa Box Office Collection: ઉપેન્દ્ર, કિચ્ચા સુદીપ, શ્રિયા સરન અને શિવ રાજકુમાર સ્ટારર ફિલ્મ Kabzaa થિયેટરોમાં રીલિઝ થઇ છે. રીલિઝ બાદ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે પહેલા દિવસે જ દુનિયાભરમાં ધમાકેદાર શરૂઆત કરી છે. જોકે, નિર્માતાઓની અપેક્ષા મુજબ, આ ફિલ્મે શરૂઆતના દિવસે એટલું કલેક્શન કર્યું નથી જેટલું માનવામાં આવી રહ્યું છે.


આ ફિલ્મે વિશ્વભરમાં આટલા કરોડની કમાણી કરી હતી


સાઉથની ફિલ્મ Kabzaaનું પ્રથમ દિવસનું વૈશ્વિક ગ્રોસ કલેક્શન 26 કરોડ રૂપિયા રહ્યું છે. ફિલ્મે કમાણીના મામલામાં ધીમી શરૂઆત કરી છે, પરંતુ ટ્રેડ પંડિતોનું માનવું છે કે તે વીકેન્ડમાં સારો બિઝનેસ કરશે. રિપોર્ટ અનુસાર Kabzaaએ ભારતમાં લગભગ 10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.


‘Kabzaa' ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ


આ ફિલ્મ કન્નડ ઉપરાંત હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ છે. ફિલ્મના કન્નડ વર્ઝને 7.5 કરોડ રૂપિયા, હિન્દી વર્ઝન  25-30 લાખ રૂપિયા, તમિલ અને તેલુગુ વર્ઝન 1.85 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ રીતે ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન લગભગ 10 કરોડ રૂપિયા છે. મેકર્સે આ ફિલ્મને 1600 સ્ક્રીન્સ પર રિલીઝ કરી છે.


યુઝર્સે ફિલ્મને ટ્રોલ કરી હતી


ઉપેન્દ્રની ફિલ્મ Kabzaaને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઘણા લોકોને આ ફિલ્મ બિલકુલ પસંદ નથી આવી.સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે Kabzaa 'KGF' ફિલ્મની સસ્તી નકલ છે અને તે બિલકુલ આકર્ષક નથી. કેટલાક લોકોએ ઉપેન્દ્રની એક્ટિંગ પર સવાલો પણ ઉઠાવ્યા હતા. રિલીઝ થયા બાદ ' ‘Kabzaa'ને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી.


Oscar જીત્યા બાદ RRRએ જાપાનમાં પણ કર્યો કમાલ, કમાણીના મામલામાં આ દેશમાં તોડ્યા તમામ રેકોર્ડ


RRR In Japan: સાઉથ ફિલ્મ ‘આરઆરઆર’ દુનિયાભરમાં દરરોજ નવી નવી ઉપલબ્ધિયો હાંસલ કરી રહી છે. તાજેતરમાં જ ફિલ્મોના સૉન્ગ 'નાટૂ નાટૂ'એ ઇતિહાસ રચતાં 95મા એકેડેમી એવોર્ડમાં ઓસ્કાર પોતાના નામે કર્યો હતો, 'નાટૂ નાટૂ'એ ઓરિઝિનલ સૉન્ગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ પોતાના નામે કર્યો છે. ફિલ્મને આંતરરાષ્ટ્રીય પરફોર્મન્સ પર મળેલી આ જીતથી આખો દેશ પ્રાઉડ ફિલ કરી રહ્યો છે અને જશ્ન મનાવી રહ્યો છે. વળી, હવે ‘આરઆરઆર’ એ વધુ એક માઇલસ્ટૉન પાર કરી લીધો છે. ખરેખરમાં, ‘આરઆરઆર’એ જાપાનમાં 80 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી લીધો છે. આની સાથે જ આ ફિલ્મ જાપાનમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. 


‘આરઆરઆર’ જાપાનમાં મચાવી રહી છે ધૂમ - 
ઉલ્લેખનીય છે કે, ‘આરઆરઆર’ જાપાનમાં 21 ઓક્ટોબરે રિલીઝ થઇ હરતી, આને અહીં 200 સ્ક્રીન અને 44 શહેરોમાં રિલીઝ કરવામાં આવી હતી, ‘આરઆરઆર’એ જાપાનમાં 31 આઇમેક્સ સ્ક્રીન મળી હતી, ફિલ્મને જાપાનમાં ઓપનિંગ ડેથી જ જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. પરિણામે આ ફિલ્મ દરરોજ પોતાની કમાણીમાં વધારો કરી રહી છે. આની સાથે જ ફિલ્મને જાપાનમાં મળી રહેલા શાનદાર રિસ્પૉન્સ બાદ આ અહીં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી હિન્દી ફિલ્મ બની ગઇ છે. ‘આરઆરઆર’ને જાપાનના સિનેમાઘરોમાં ચાલતા 20 અઠવાડિયા થઇ ગયા છે, પરંતુ ફિલ્મનો ક્રેઝ અહીંની ઓડિયન્સના માથા પર હજુ પણ ચઢીને બોલી રહ્યો છે. 


Oscar 2023: નાટુ-નાટુએ જીત્યો ઓસ્કાર એવોર્ડ, RRRની ટીમમાં ખુશીની લહેર,કહ્યું- કોઈ શબ્દ આ ક્ષણને વર્ણવી નહી શકે


Oscar Awards Ceremony: ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ફિલ્મમેકર એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત નાટુ-નાટુને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. નાટુ નાટુએ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. એવોર્ડ મેળવતી વખતે એમએમ કીરાવાણી અત્યંત ઉત્સાહિત દેખાતા હતા. તેમનું ભાષણ પણ ચર્ચામાં રહ્યું છે. આ જીત બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.