Amritpal Singh Row: પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંહ પર કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સાગરિતો સામે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અમૃતપાલ સિંહની ધરપકડ કરી શકે છે. પોલીસે અમૃતપાલ સિંહના 6 સહયોગીઓની ધરપકડ કરી છે.






આ દરમિયાન આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી પંજાબના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ભટિંડા જિલ્લામાં ઘણી જગ્યાએ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.


એક રિપોર્ટ અનુસાર, પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને પકડવા માટે પીછો કર્યો હતો. પંજાબ પોલીસે અમૃતપાલ સિંહ વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણ સહિત ત્રણ કેસ નોંધ્યા છે. આ અંગે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી પંજાબના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.






અમૃતસરમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પટિયાલા, મોગા, મોહાલી જિલ્લામાં ઘણી જગ્યાએ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.










અંડરગ્રાઉન્ડ થઇ ગયો અમૃતપાલ


અમૃતપાલ પોતાની મર્સિડીઝ કાર છોડીને અંડરગ્રાઉન્ડ થઇ ગયો છે. તેણે પોતાની કાર પણ બદલી છે. અમૃતપાલની ધરપકડ કરવાનું દબાણ વધી રહ્યું છે. NSA લગાવવાની પણ વિચારણા ચાલી રહી છે. પોલીસે અમૃતપાલ સિંહના સહયોગીઓ પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. પંજાબ પોલીસે લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અને ફેક સમાચાર ન ફેલાવવા વિનંતી કરી છે. પંજાબ પોલીસે ટ્વીટ કર્યું કે પંજાબ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કામ કરી રહી છે.