મુંબઇઃ સિંઘમ અને સ્પેશ્યલ 26 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કાજલ અગ્રવાલે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં જવાનુ ટાળ્યુ હતું. કાજલે ના જઇ શકવા પાછળ આમંત્રણ મોડુ મળ્યુ હોવાનું કારણ આપતા એક પૉસ્ટ શેર કરી, જે હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.



બૉલીવુડ, દેશ-વિદેશના નેતાઓ અને દિગ્ગજોએ ગઇકાલે સાંજે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. ટીમ મોદી તરફથી દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જોકે આમાં નામ એક્ટ્રેસ કાજલ અગ્રવાલનું પણ હતું, પણ તેને આમંત્રણ મોડુ મળતા તે દિલ્હી જઇ શકી ન હતી.

શપથ ગ્રહણ સમારોહમાં સામેલ ના થઇ શકવાને લઇને દુઃખી થયેલી કાજલ અગ્રવાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, લખ્યું, ડિયર નરેન્દ્ર મોદી સર અને મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, હું તમારો આભાર વ્યક્ત કરવા માંગુ છુ કે તમે મને શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ આપ્યુ.

આમાં હુ સ્વયંને સન્માનિત અનુભવી રહી છું, પણ આમંત્રણ મોડુ મળવાના કારણે હું સમય પર દિલ્હી નહીં પહોંચી શકુ, મને આ વાતનો ખુબ અફસોસ છે.


ઉલ્લેખનીય છે કે, મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે ગુરુવારે બીજીવાર દેશમાં સરકાર બનાવી, નરેન્દ્ર મોદીએ સતત બીજીવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.