મુંબઇઃ ગઇકાલે પીએમ મોદીએ સતત બીજીવાર દેશના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા, દેશ અને દુનિયામાંથી હજારો લોકોએ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો, જોકે, આ પ્રસંગે એનસીપી નેતા શરદ પવારે હાજરી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, જેનું કારણ બેઠક હતુ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં 'નક્કી પ્રૉટોકૉલ' પ્રમાણે સીટ ના મળતા નારાજ થયા હતા, પ્રૉટોકૉલ પ્રમાણે સીટ ના મળતા તેમને શપથ ગ્રહણ સમારોહમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ વાતની માહિતી એનસીપીએ આપી હતી.



એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યુ કે, શરદ પવાર વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે અને તે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે.



તેમને જણાવ્યુ કે, પવારની ઓફિસના લોકોને જ્યારે ખબર પડી કે શપથ ગ્રહણ સમારોહમાં તેમને જે બેઠક એલૉટ કરવામાં આવી છે, તે પ્રૉટોકૉલ પ્રમાણે નથી. તે પાછળની લાઇનમાં છે. આ કારણે શરદ પવાર કાર્યક્રમમાં સામેલ થયા ન હતા. મીડિયા રિપોર્ટ અનુસાર શરદ પવારને પાંચમી લાઇનમાં સીટ આપવામાં આવી હતી.