નવી દિલ્હીઃ સાઉધ ઇન્ડિયન ફિલ્મોની સુપરસ્ટાર અને સિંઘમ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ ટૂંકમાં જ લગ્ન કરવા જઈ રહી છે. આ વાતની જાણકારી ખુદ એક્ટ્રેસે પોસ્ટ શેર કરીને આપી છે. કાજલ અગ્રવાલે પોતાની પોસ્ટમાં કહ્યું કે, આ મહિનાની 30 તારીખે ગૌતમ કિચલૂ સાથે લગ્ન કરશે. તેની સાથે જ એક્ટ્રેસે જાણકારી આપી કે તેના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહેશે. એક્ટ્રેસે કહ્યું કે, તે લગ્ન બાદ પણ કામ ચાલુ રાખશે અને લોકોનું મનોરંજન કરતી રહેશે.

કાજલ અગ્રવાલે પોતાના લગ્નની જાણકારી આપતા લખ્યું કે, “આ વાત શેર કરતાં મને ખુશી છે કે હું ગૌતમ કિચલૂ(Gautam Kitchlu)સાથે 30 ઓક્ટોબર, 2020ના રોજ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છું, જેમાં માત્ર પરિવારના સભ્યો હાજર રહેશે. આ મહામારીને ચોક્કસપણે આપણા જીવન પર ઉંડી અસર કરી હતી, પરંતુ અમે લોકો એક સાથે પોતાના જીવનની શરૂઆત કરવા માટે તૈયારી છીએ અને અમે જાણીએ છીએ કે તમે પણ અમને જરૂર ચિયર કરશો. હું તમારો આભાર માનુ છું કે આટલા દિવસો સુધી મને પ્રેમ ક ર્યો અને મને આશીર્વાદ આપ્યા અને જેમ કે અમે નવી સફર શૂ કરવા જઈ રહ્યા છીએ તો અમને તમારી પ્રાર્થનાની ખૂબ જ જરૂરત છે.”


કાજલ અગ્રવાલે આગળ લખ્યું કે, “હું મારું કામ ચાલુ રાખીશ, જે અત્યાર સુધી હું કરતી આવી છું. દર્શકોનું મનોરજન એક નવી આશા અને નવી રીતે સાથે કરીશ. તમારા સમર્થન માટે આભાર.”

જણાવીએ કે કાજલ અગ્રવાલ ફિલ્મ ક્યૂં હો ગયાનાથી 2004માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઉપરાંત સિંઘમ, સ્પેશિયલ 26 અને ખેલાડી નંબર 150માં પણ જોવા મળી છે. બોલિવૂડ ઉપરાંત કાજલ અગ્રવાલે તમિલ અને તેલુગૂ ફિલ્મોમાં પમ પોતાની ઓળખ બનાવી છે.