મુંબઈ:  બૉલિવૂડ એક્ટ્રસે કાજોલે વીડિયો શેરિંગ એપ ટિકટૉક પર ડેબ્યુ કર્યું છે. આ વાતની જાણકારી ટિકટૉકના ફેસબુક એકાઉન્ટ પર આપી છે. તેણે ફેસબુક પર ટિકટોકનો એક વીડિયો પણ શેર કર્યો છે.

આ વીડિયોમાં કાજોલ ટિકટૉક સ્ટાર્સ સાથે નજર આવી રહ્યાં છે. કાજોલનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા દીપિકા પાદુકોણે પણ ટિકટૉક પર ડેબ્યુ કર્યું છે.



કાજોલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દીજ ફિલ્મા તાનાજી: ધ અનસંગ વૉરિયરમાં નજર આવશે. ફિલ્મમાં કાજોલ સિવાય અજય દેવગન, સૈફ અલીખાન, પંજક ત્રિપાઠી અને શરદ કેલકર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે.