નવી દિલ્હીઃ છેલ્લા થોડા મહિનામાં ખાનગી સેકટરની અગ્રણી એક્સિસ બેંકના 15,000 કર્મચારીઓ નોકરી છોડી ચુક્યા હોવાનો ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ બેંકનું મેનેજમેન્ટ બદલાવાના કારણે કર્મચારીઓને કામ કરવામાં મુશ્કેલીઓ પડતી હતી. આ કારણે મીડિયમ અને બ્રાંચ લેવલના બેંક કર્મચારીઓએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. આ કર્મચારીઓનો સીધો સંપર્ક ગ્રાહકો સાથે હતો.

હાલ બેંકમાં કેટલા કર્મચારી છે ?

ઈકોનૉમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, એક્સિસ બેંકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું નવા જમાના સાથે બદલાવને સમજવામાં આ કર્મચારીઓને મુશ્કેલી પડતી હતી. આ ઉપરાંત કર્મચારી નવા માહોલમાં ખુદને ઢાળી રહ્યા નહોતા. હાલ બેંક નવા લોકોની ભરતી પર ધ્યાન આપી રહ્યું છે. જો વર્તમાન નાણાકીય વર્ષની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 28,000 લોકોને નોકરી પર રાખવામાં આવ્યા છે, આ ઉપરાંત જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં બેંકે 4,000 લોકોને નોકરી આપવાની યોજના બનાવી છે. હાલ બેંકમાં 72,000 જેટલા કર્મચારી છે.

1 જાન્યુઆરી, 2019થી બદલાયું મેનેજમેન્ટ

ગત વર્ષે એક્સિસ બેંકના મેનેજમેન્ટમાં બદલાવ થયો હતો. 1 જાન્યુઆરી, 2019ના રોજ એક્સિસ બેંકે અમિતાભ ચૌધરીને નવા CEO & MD તરીકે નિમણૂક કરી હતી. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો છે. અમિતાભ ચૌધરી પહેલા શિખા શર્મા આ પદ પર હતા. તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2018ના રોજ પૂરો થયો હતો. બેંક ખૂબ ઝડપથી ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અપનાવી રહી છે.

બેંકે કરી ખોટ

એક્સિસ બેંકને ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં ખોટનો સામનો કરવો પડ્યો છે. ઓકટોબર, 2019માં જાહેર થયેલા પરિણામ મુજબ બેંકની ચોખ્ખી ખોટ 112.08 કરોડ રૂપિયા હતી.

અમદાવાદ RTO એ આ કારને ફટકાર્યો ભારતનો સૌથી મોટો દંડ, રકમ જાણીને આંખો થઈ જશે પહોળી

રાશિદ ખાને T-20 ક્રિકેટમાં લીધી વધુ એક હેટ્રિક, વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયામાં મચાવી સનસની