કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક બાદ જાવડેકરે એક સવાલના જવાબમાં કહ્યું કે, આ લોક તાંત્રિક દેશ છે, માત્ર કલાકાર જ નહીં પણ કોઈ પણ સામાન્ય વ્યક્તિ ગમે ત્યાં પોતાનો વિચાર મુકી શકે છે. તેમાં કોઈ આપત્તિ નથી, કોઈએ ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી. આ મામલે અન્ય સવાલોના જવાબમાં તેમણે કહ્યું કે હું ભાજપનો મંત્રી પણ છું અને પ્રવક્તા પણ અને હું આ વાત કરી રહ્યો છું.
જાવડેકરે કહ્યુ , હિંસાને દેશમાં કોઈ સ્થાન નથી. યુનિવર્સિટી જેવા સ્થળે લોકો અભ્યાસ માટે જાય છે. એવામાં હિંસાનં ત્યાં કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે, જેએનયૂમાં સેમેસ્ટરનું રજીસ્ટ્રેશન શરૂ થયું હતું અને તમા વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. ત્યારે કેટલાક વિદ્યાર્થી સંઘોએ નક્કી કર્યું તેને નહીં થવા દઈએ. બધાએ જોયું કે કોઈ પણ પ્રકારના સર્વરને બ્લૉક કરી દીધું. આ શિક્ષણ વિરોધી કાર્ય છે. હિંસામા કોણ સામેલ સામેલ છે તેની તપાસ કરી રહી છે.
દીપિકા પાદૂકોણ મંગળવારે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીની બહાર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. રવિવારે બુર્ખા પહેરી ગુંડાઓએ વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી, જેમાં જેએનયૂ વિદ્યાર્થી અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 34 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે વિદ્યાર્થીઓને સમર્થન કરવા માટે દીપિકા જેએનયૂ કેમ્પસ પહોંચી હતી.