PHOTOS: લગ્ન પહેલા જ બાળકને જન્મ આપશે આ બોલિવૂડ એક્ટ્રેસ, ફોટોશૂટની તસવીર થઈ વાયરલ
જણાવીએ કે, કલ્કિએ પહેલા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. જોકે બન્ને એકબીજાની સહમતિથી છૂટા પડ્યા હતા. કલ્કિની પ્રેગ્નેન્સીને આઠ મહિના થઈ ગયા છે. એવામાં તેનું વજન પણ 11 કિલો વધી ગયું છે. મહિના ભર પછી તે પોતાના પ્રથમ બાળકને જન્મ આપવાની છે.
જણાવીએ કે, કલ્કિ લગ્ન પહેલા જ પોતાના બોયફ્રેન્ડની સાથે ફેમિલી પ્લાનિંગને લઈને ચર્ચામાં છે. કલ્કિના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર કરીએ તો સ્પષ્ટ છેકે તે પોતાનો મોટાભાગનો સમય મ્યૂઝિક એન્જોય કરવામાં વિતાવી રહી છે. કલ્કિનો બોયફ્રેન્ડ Guy Hershberg પ્રોફેશનલ પિયાનિસ્ટ છે.
આ લેટેસ્ટ ફોટોશૂટમાં કલ્કિ ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કલ્કિ કોચલિન ટૂંક સમયમાં જ પોતાના પ્રથમ બાળકને જન્મ આપવાની છે. કલ્કિ હાલમાં પોતાના બેબી બંપ અને પ્રેગ્નેન્સીને ખૂબ જ એન્જોય કરી રહીછે. એવામાં તેણે હાલમાં જ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરે કલ્કિએ ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી છે. Photo Credit: @kalkikanmani Instagram)