પ્રિયંકાએ કહ્યું, ‘વેલકમ ટૂ ક્બલ અમેરિકા’
પ્રિયંકા ચોપડા તેમની નવી ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર”ના પ્રમોશન માટે અમેરિકાના સૌથી પ્રસિદ્ધ શો ‘ ધ લેટ શો વિથ સ્ટીફન કોલબર્ટ’માં ગઇ હતી. શોમાં તેમણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનાવા માટે કમલા હેરિસને શુભકામના પાઠવી હતી. શો દરમિયાન સ્ટીફ કોલબર્ટે કમલા હેરિસ વિશે પ્રિયંકાને સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ આપતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે, “હું ભારતીય યુવતી છું અને મારા દેશમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના અનેક પદ પર મહિલાએ સેવા આપી છે. કમલા હેરિસને હું માત્ર આટલું જ કહીશ ક્લબ અમેરિકામાં આપનું સ્વાગત છે. અમેરિકાના ઉપરાષ્ટ્ર બનવા સાથે આ ખૂબ સરસ શરૂઆત છે. આશા રાખીએ કે, બહુ ઝડપથી મહિલાઓ રાજનૈતિક ક્ષેત્રમાં આગળ આવે અને સરકારનો હિસ્સો બને”
પ્રિયંકા ચોપડાની નવી ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મ લેખક અરવિંદ અડિગાના ઉપન્યાસ ‘ધ વ્હાઇટ ટાઇગર’ પર આધારિત છે. આ ફિલ્મ બુકર પ્રાઇઝ મેળવી ચૂકી છે. આ ફિલ્મમાં પ્રિંયકા ચોપડા પિન્કીનો રોલ અદા કરી રહી છે.