ઉંઝાઃ આજે ઉંઝા ખાતે કડવા અને લેઉવા પટેલ સમાજ વચ્ચે બેઠકની શરૂઆત થઈ છે. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. પાટીદાર સમાજના આગેવાનો સિવાય રાજકિય નેતાઓ પણ આ બેઠકમાં હાજર છે. આ બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ હાજર છે.




ઉપરાંત બેઠકમાં ધારાસભ્ય કિરીટ પટેલ, એનસીપી નેતા જયંત બોસ્કિ, ભાજપ કાર્યકર વરૂણ પટેલ હાજર છે. આ ઉપરાંત પાસ કન્વિનર અલ્પેશ કથિરીયા, એસપીજી પ્રમુખ લાલજી પટેલ, ઉમિયાધામ પ્રમુખ મણીદાદા, બાયડના ધારાસભ્ય જસુભાઈ પટેલ પણ હાજર છે. બેઠકમાં સમાજના વિકાસ કલ્યાણ માટે ચર્ચા થઈ રહી છે. એટલું નહીં, રાજકીય રીતે પણ સમાજના કલ્યાણ માટે ચર્ચા થશે.



બેઠકમાં હાજર જયંત બોસ્કિએ સમાજના યુવા નેતાઓને તક આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો સમાજના યુવાનો પાર્ટી થકી આગળ આવવા માંગતા હશે તો અત્યારે જે પરિસ્થિતિ છે, બરોજગારીની તેમાં યુવાનોને સાથે રાખી રોજગારી પર ધ્યાન આપી આગળ વધીશું. મિટિંગમાં એનસીપી પાર્ટીના નેતા હાજર રહેતા રાજકીય રંગ જામ્યો છે.