અનેક હોલિવૂડ ફિલ્મને પછાડીને આ ભારતીય એડલ્ટ ફિલ્મે યૂટ્યૂબ પર રચ્યો ઈતિહાસ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીરા નાયરની ફિલ્મે વ્યૂઝ મામલે હોલિવૂડની ઘણી મેગા બજેટ ફિલ્મ જેમ કે જુરાસિક વર્લ્ડ અને ઇન્ક્રેડિબલ્સને પણ પછાડી દીધી છે.
તો સ્ટાર વોર્સ અને એવેન્જર્સની વાત કરીએ તો આ બંને ફિલ્મોનાં ટ્રેલર યૂટ્યૂબ પર 101 મિલિયન અને 202 મિલિયન વખત જોવાયા છે.
આ રેસમાં મીરા નાયરની ફિલ્મ ત્રીજા નંબર પર છે. કામાસૂત્રનું ટ્રેલર યૂટ્યૂબ પર અપલોડ થયા બાદ અત્યાર સુધીમાં 9 કરોડ એક લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. અને જોવાઇ રહ્યું છે.
જ્યાં સુધી વાત છે યૂટ્યૂબ વ્યૂઝની તો કામસૂત્રથી આગળ રહેનારી ફિલ્મોનાં ટ્રેલરની તો તે છે Avengers: Infinity War અને Star Wars: The Force Awakens. આ બે ફિલ્મોનાં ટ્રેલર યૂટ્યૂબ વ્યૂઝમાં સૌથી મોખરે છે.
નવી દિલ્હીઃ 1996માં રિલીઝ થયેલ મીરા નાયરની ફિલ્મ ‘કામસૂત્ર’એ યૂટ્યૂબ પર ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મેના ટ્રેલરે યૂટ્યૂબ પર અત્યાર સુધી ત્રીજું સૌથી વધારે વખત જોવામાં આવેલું ટ્રેલર બની ગયું છે. આ ફિલ્મના ટ્રેલરે બોલિવૂડ જ નહીં પરંતુ હોલિવૂડની અનેક દિગ્ગજ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.
જોકે હકીકત તો એ છે કે, ફિલ્મનું ટ્રેલર યુટ્યૂબ પર સૌથી વધુ જોવાયેલા ઓલ ટાઈમ ટ્રેલરમાં ત્રીજા નંબર પર છે અને માત્ર આ વાત જ તેની પોપ્યુલારિટીની સાબિત કરવા માટે પૂરતી છે.
ફિલ્મો હોલિવૂડની Fifty Shades of Greyને પણ વ્યૂઝના મામલે પાછળ છોડી દીધી છે. ફિલ્મમાં અનેક ન્યૂડ સીન પણ છે જેના કારણે તેને ભારત અને પાકિસ્તાનમાં બેન કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -