દીપિકા કરતાં પણ કંગના નીકળી મોંઘી હીરોઇન, મણિકર્ણિકા માટે લીધી ડબલ ફી, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, કંગના ફિલ્મ મણિકર્ણિકામાં લક્ષ્મીબાઇની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2019 રિલીઝ થશે. કંગના પહેલીવાર કોઇ યોદ્ધાની ભૂમિકા નિભાવવા જઇ રહી છે. આમાં કંગના ખાસ ઘોડેસવારી અને તલવારબાજી કરતી જોવા મળશે. આ માટે તેને ટ્રેનિંગ પણ લીધી છે.
મુંબઇઃ બૉલીવુડમાં મેલ અને ફિમેલ એક્ટરમાં હંમેશા ફીને લઇને વિવાદ ચાલતો રહે છે. ફિમેલ્સ એક્ટરને મેલ એક્ટર કરતાં ઓછી ફી આપવામાં આવે છે, આ મુદ્દો હંમેશા ઉઠતો રહે છે. પણ હવે આના ઉલટનો એક મામલો સામે આવ્યો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંગનાને ફિલ્મ મણિકર્ણિકા માટે 14 કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે. જે સામાન્ય રીતે તેને મળનારી ફીથી બેગણી છે. તેને આમ તો 5-6 કરોડ રૂપિયા જ ફી મળે છે. આ રીતે કંગના બૉલીવુડમાં સૌથી વધુ ફી લેનારી એક્ટ્રેસ બની છે.
ફિલ્મ પદ્માવતમાં દીપિકાને શાહિદ કપૂર અને રણવીર સિંહ કરતાં વધારે ફી આપવામાં આવી હતી. દીપિકાનીએ 11-12 કરોડ રૂપિયા સુધીની ફી લીધી હતી, આ કારણે દીપિકા સૌથી મોંઘી એક્ટ્રેસ પણ કહેવાઇ હતી. હવે આ લિસ્ટમાં કંગના આગળ નીકળી ગઇ છે તેને દીપિકા કરતાં પણ વધારે ફી મળી છે.