કંગનાએ દીપિકાને લઈને કહ્યું કે, ֥મને લાગે છે કે તે પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી રહી છે, જે તે કરી શકે છે. તેને સારી રીતે ખબર છે કે તે શું કરી રહી છે. તે શું કરે છે તેના પર મારે કંઈ કહેવું ન જોઈએ. તેણે શું કરવું જોઈએ એ હું નક્કી ન કરી શકું, પરંતુ હું એટલું ચોક્કસ નક્કી કરી શકું કે મારે શું કરવું છે.’
ત્યાર બાદ કંગનાએ દીપિકા પર નિશાન સાધતા કહ્યું કે, તે ટુકડે-ટુકડે ગેંગનું સમર્થન ક્યારેય નહીં કરે. તેણે કહ્યું, ‘કમ સે કમ હું એટલું તો જાણુ છું કે હું ક્યારેય ટુકડે ટુકડે ગેંગનો સાથ ક્યારેય નહીં આપું, પછી ભલે કંઈ પણ થઈ જાય. હું એવી વ્યક્તિનું સમર્થન નહીં કરું જે દેશના ટુકડા કરવા માગતી હોય. હું એવા લોકોનો સાથ ન આપી શકું જે આપણા જવાનોની શહાદત પર ઉજવણી કરતા હોય.’