નવી દિલ્હી: ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. રામચંદ્ર ગુહાએ કહ્યું, લોકસભા ચૂંટણીમાં વાયનાડથી રાહુલ ગાંધીને જીતાડીને કેરલના લોકોએ વિનાશકારી કામ કર્યું છે. રામચંદ્ર ગુહાએ કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીનું કોઇ ભવિષ્ય નથી.


કેરલના સાહિત્ય મહોત્સવના બીજા દિવસે 'રાષ્ટ્ર ભક્તિ બનામ અંધરાષ્ટ્રીયતા' વિષય પર રામચંદ્ર ગુહાએ કહ્યું ખાનદાનની પાંચમી પેઢી'ના રાહુલ ગાંધી પાસે ભારતીય રાજકારણમાં 'કઠોર પરિશ્રમી અને પોતે પોતાનું સ્થાન બનાવનાર' નરેન્દ્ર મોદી સામે કોઇ તક નથી અને કેરલના લોકોએ કૉંગ્રેસના નેતાને સાંસદ તરીકે ચૂંટી વિનાશકારી કામ કર્યું છે. ગુહાએ કહ્યું કૉંગ્રેસનું સ્વતંત્રતા સંગ્રામના સમયે મહાન પાર્ટી અને આજે દયનીય પારિવારિક કંપની બનવા પાછળનુ કારણ ભારતમાં હિંદુત્વ અને અંધરાષ્ટ્રીયતામાં વધારો છે.


કેરલના સાહિત્ય મહોત્સવમાં બીજા દિવસે રાષ્ટ્ર ભક્તિ બનામ અંધરાષ્ટ્રિયતા વિષય પર આયોજિત સત્રમાં ગુહાએ કહ્યું હું વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીની વિરૂદ્ધ નથી. તેઓ સૌમ્ય અને સુસભ્ય વ્યક્તિ છે, પરંતુ યુવા ભારત એક ખાનદાનની પાંચમી પેઢીને નથી ચાહતું. જો તમે મલયાલી 2024માં બીજી વખત રાહુલ ગાંધીને ચૂંટવાની ભૂલ કરશો તો કદાચ નરેંદ્ર મોદીને જ બઢત આપશો.