આણંદ: બોરસદ પાસેના પામોલ ગામની પરિણીત મહિલાની કેનેડાના ટોરેન્ટોમાંથી કચડાયેલી હાલતમાં લાશ મળી આવતાં ટોરેન્ટો પોલીસે મૃતક મહિલાની મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. બીજી તરફ પરિણીતાના પિયરીયાઓએ મહિલાની હત્યા તેના સાસરિયાઓ દ્વારા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે.
આણંદ જીલ્લાના બોરસદ પાસે આવેલા પામોલ ગામમાં રહેતી હિરલ પટેલના લગ્ન વર્ષ 2013માં આંકલાવ પાસે આવેલ કીંખલોડ ગામના અને કેનેડામાં રહેતા રાકેશ મહેન્દ્ર પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ હિરલ પોતાના સાસરી કીંખલોડમાં જ રહેતી હતી અને વિઝાની પ્રોસેસ ત્રણ વર્ષ પહેલા થતાં પોતાના પતિ સાથે હિરલ કેનેડા ચાલી ગઈ ગઈ હતી.
કેનેડા પહોંચ્યા બાદ બે વર્ષ સુધી તો લગ્ન જીવન સારું ચાલી રહ્યું હતું જોકે છેલ્લા એક વર્ષથી હિરલના પતિ રાકેશે તેને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું જે વાત છેક છુટાછેડા સુધી પહોંચી અને બે મહિના પહેલા જ છૂટાછેટા પણ લઈ લીધા હતાં. ત્યાર બાદ હિરલ પોતાના ભાઈના ઘરે જ રહેતી હતી.
ગત શનિવારે રાત્રે હિરલ હોસ્પિટલમાંથી નોકરી કરીને નીકળી હતી ત્યાર બાદ તે ગુમ થઈ હતી જેની જાણ હિરલના ભાઈ જે કેનેડામાં જ રહે છે. હિરલના ભાઈને થતાં તેના દ્વારા શોધખોળ શરૂ કરી હતી. આ સાથે હિરલના પતિને પણ જાણ કરવામાં આવતાં હિરલના પતિ રાકેશે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જોકે હિરલના ભાઈએ સમગ્ર ઘટના અંગે ટોરેન્ટો પોલીસને જાણ કરતાં પોલીસે હિરલના મિસિંગના ન્યુઝ પણ વેબસાઈટ પર અપલોડ કર્યાં હતાં.
જોકે હિરલની લાશ કાર અકસ્માતમાં કચડાયેલી હાલતમાં મળી આવતાં હિરલના પિતાને આક્ષેપ કર્યો હતો કે, હિરલને ગાડી ચલાવતા આવડતી ન હતી તો કઈ રીતે અકસ્માતમાં લાશ કચડાઈ જાય જેથી હિરલના પિતા પોલીસ પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે, પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને મારી દીકરીને ન્યાય મળવો જોઈએ.
મહત્વની વાત એ છે કે, હિરલ પટેલના મોત અંગે મોટા સમાચાર સામે આવ્યા જેમાં ટોરેન્ટો પોલીસે યુવતીના પૂર્વ પતિ સામે વોરંટ ઈશ્યૂ કર્યું છે. આ ઘટનામાં કેનેડા પોલીસની સ્પેશિયલ ટીમ તપાસ કરી રહી છે. 28 વર્ષીય હિરલ પટેલના કેસમાં પૂર્વ પતિ રાકેશ પટેલ શંકાસ્પદ આરોપી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પૂર્વ પતિ રાકેશ પટેલની ધરપકડને લઈ ગુરૂવારે ફર્સ્ટ ડિગ્રી હત્યાનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
બોરસદ તાલુકાના પામોલની 28 વર્ષીય હિરલ પટેલના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવામાં આવશે. બીજી બાજુ યુવતીની હત્યા થઈ હોવાનો પરિવારજનો વારંવાર આક્ષેપ લગાવી રહ્યા છે. પરિવારજનો આક્ષેપ કરતા જણાવે છે કે, હિરલને એક વર્ષથી સાસરિયાઓ ત્રાસ આપતા હતા.
NRI હિરલ પટેલનો મોતનો મામલો: હિરલના પૂર્વ પતિને લઈને શું થયો મોટો ધડાકો? કેનેડામાં કરાશે અંતિમસંસ્કાર
abpasmita.in
Updated at:
18 Jan 2020 09:13 AM (IST)
બોરસદ પાસેના પામોલ ગામની પરિણીત મહિલાની કેનેડાના ટોરેન્ટોમાંથી કચડાયેલી હાલતમાં લાશ મળી આવતાં ટોરેન્ટો પોલીસે મૃતક મહિલાની મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી
- - - - - - - - - Advertisement - - - - - - - - -