મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે ફિલ્મ એપ્લોઈઝ ફેડરેશન ઓફ સાઉથ ઇન્ડિયા અને પોતાની અપકમિંગ ફિલ્મ થલાઇવીના દૈનિક મજૂરીના કામ કરતાં મજૂરો માટે 10 લાખ રૂપિયા દાનમાં આવ્યા છે. લોકડાઉન પહેલા કંગના ‘થલાઇવી’નું શૂટિંગ કરી રહી હતી, જેમં તે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની ભૂમિકા ભજવશે. પરંતુ કોરોના વાયરસના કારણે તમામ ફિલ્મનાં શૂટિંગ બંધ કરવામાં આવ્યા છે. તો આ મુશ્કેલ સમયમાં કંના ફિલ્મ ફેડરેશનના કર્મચારીઓ અને દૈનિક મજૂરીનું કામ કરતા મજૂરોની મદદ માટે આગળ આવી છે.

કંગનાએ પાંચ લાખ રૂપિયા ફિલ્મ એપ્લોઈઝ ફેડરેશન ઓફ સાઉથ ઇન્ડિયાને આપ્યા છે અને બાકીના 5 લાખ રૂપિયા ફિલ્મ ‘થલાઇવી’ના દૈનિક મજૂરી કરતાં મજૂરોને આપ્યા છે.

તમિલ સિનેમાના અનેક ટોચના સ્ટારે ફેડરેશનને દાન આપ્યું છે. રજનીકાંતે 50 લાખ રૂપિયા આપ્યા, જ્યારે અભિનેતા વિજય સેતુપતિએ ફિલ્મ એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ સાઉથ ઇન્ડિયાના સભ્યોને મદદ માટે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. સુરિયા અને તેના ભાઈ કાર્થીએ પોતાના પિતા, અભિનેતા શિવકુમારની સાથે 10 લાખ રૂપિયા દાનમાં આપ્યા, જ્યારે એક્ટર શિવકાર્તિકેયનને પણ 10 લાખ રૂપિયા દાનમાં આપ્યા.

કંગનાએ આ પહેલા દૈનિક પગાર મેળવતા પરિવારો માટે રાશન દાનમાં આપવા ઉપરાંત પીએમ કેયર્સને 25 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.

દાન ઉપરાંત, કંગના લોકડાઉનમાં પોતાના પરિવાર માટે ખાવાનું બનાવવાની સાથે પોતાના ભત્રીજાની સાથે રમતી પણ જોવા મળી રહી છે.