રંગોલીએ ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં અભિનેત્રી લુક ટેસ્ટ દરમિયાન પૂરી રીતે ઢંકાયેલી જોવા મળે છે. આ પ્રોસ્થેટિક ગ્લૂ છે, જે કંગનાના ચહેરા તથા બોડી પર લગાવવામાં આવ્યો છે.
કંગના ફિલ્મ મણિકર્ણિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં નિર્દેશન પણ તેણે પોતે જ કર્યું હતું. ફિલ્મ ઘણા કારણોથી વિવાદોમાં રહી પરંતું સારી કમાણી કરવામાં સફળતા મેળવી હતી. હવે ફેન્સને તેની આગામી ફિલ્મની રાહ છે.
ફિલ્મમાં જયલલિતાનાં જીવનના ચાર તબક્કાઓ બતાવવામાં આવશે, જેમાં ફિલ્મ એક્ટ્રેસથી લઈને તમિલનાડુના સીએમ બન્યા ત્યાં સુધીની વાર્તા હશે. ફિલ્મ ‘થલાઈવી’નું શૂટિંગ આ વર્ષે નવેમ્બરમાં શરૂ થશે. ફિલ્મ તમિળ, હિંદી તથા તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ડિરેક્શન એ એલ વિજય કરશે. ફિલ્મની વાર્તા કે વી વિજય પ્રસાદે લખી છે.