મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે ફરી એક વખત મહારાષ્ટ્રના મુખ્યમંક્રી ઉદ્ધવ ઠાકરે પર પલટવાર કર્યો છે. કંગના રનૌતે આ વખતે હિમાચલ પ્રદેશને દેવભૂમિ ગણાવતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને તુચ્છ વ્યક્તિ કહ્યા છે. કંગનાનું આ નિવેદન ઉદ્ધવ ઠાકરે તરફતી હિમાચલ પ્રદેશને ગાંજાની ખેતી કરનારું રાજ્ય કહ્યા બાદ આવ્યું છે.

કંગનાએ કર્યા આ ટ્વીટ


સીએમ ઠાકરેના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા કંગના રનૌતે ટ્વીટર પર લખ્યું, “મુખ્યમંત્રી તમે ખૂબ જ તુચ્છ વ્યક્તિ છો. હિમાચલ દેવભૂમિ કહેવાય છે, અહીં સૌથી વધારે સંખ્યામાં મંદિર છે અને ક્રાઈમ રેટ શૂન્ય છે. હાં, અહીંની જમીન ઘણી ઉપજાઉ છે, અહીં સફરજન, કીવી, દાડમ અને સ્ટ્રોબેરીની ઉપજ થાય છે, અહીં કોઈપણ કંઈપણ ઉગાડી શકે છે.”



કંગનાએ આગળના ટ્વીટમાં લખ્યું, “તમે એક એવા નેતા છો જેનો દ્રષ્ટિકોણ એક એવા રાજ્યને લઈને તામસિક, અદૂરદર્શી અને ખોટી જાણકારી વાળો છે, જે ભગવાન શિવ અને માતા પાર્વતીનું નિવાસ્થાન છે. ઉપરાંત અનેક મહાન સંતો જેમ કે માર્કેંડેય, મનુ ઋષિ અને પાંડવોએ નિર્વાસનનો લાંબો સમય હિમાચલમાં વિતાવ્યો.”


કંગના રનૌત એક એન્ય ટ્વીટમાં લખ્યું કે, “મુખ્યમંત્રી તમને ખુદ પર શરમ આવવી જોઈએ, જેનસેવક હોવા છતાં તમે આ રીતે તુચ્છ ઝઘડામાં સામેલ છો. તમારી શક્તિનો ઉપોયગ તમારી સાથે અસહમત લોકોના અપમાન અને નુકસાન માટે કરવા માટે કરી રહ્યા છે. ગંદી રાજનીતિ રમીને તમે જે ખુરશી મેળવી છે, તેને લાયક તમે નથી. શર્મની વાત છે.”



પ્રથમ ટ્વીટમાં ટાઈપો ઠીક કરતાં તેણે લખ્યું કે, હિમાચલમાં કોઈ અપરાધ નથી. તેણે કહ્યું કે, “ફરી એક વખત સ્પષ્ટ કહેવા માગુ છું કે અમારે અહીં હિમાચલમાં ગરીબ કે ખૂબ જ વધારે અમીર લોકો અથવા અપરાધ નથી. આ એક આધ્યાત્મિક સ્થાન છે જ્યાં માસુમ અને દયાળુ લોકો રહે છે.”