સંજુ સેમસનની જોરદાર ઈનિંગ્સના પગલે ચાહકોએ કોને બાય-બાય કહીને ઘરે હલવા-પુરી ખાવાની સલાહ આપી?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Oct 2020 12:27 PM (IST)
ગઇકાલની મેચમાં રાજસ્થાનની જીતનો હીરો બેન સ્ટૉક્સ રહ્યો, સ્ટૉક્સે આક્રમક અને ટકાઉ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. પરંતુ મેચમાં સૌથી વધુ ચર્ચાનો વિષય ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન રહ્યો
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ આઇપીએલમાં રવિવારે રમાયેલી મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની મેચમાં ફરી એકવાર રાજસ્થાનના બેટ્સમનેનો દબદબો દેખાયો હતો. મુંબઇ તરફથી મળેલા 196 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી, રોબિન ઉથપ્પા અને કેપ્ટન સ્ટીવ સ્મિથ સસ્તામાં આઉટ થઇ ગયા બાદ ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. પરંતુ સેમસન અને સ્ટૉક્સે બાજી સંભાળી લીધી હતી. ગઇકાલની મેચમાં રાજસ્થાનની જીતનો હીરો બેન સ્ટૉક્સ રહ્યો, સ્ટૉક્સે આક્રમક અને ટકાઉ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. પરંતુ મેચમાં સૌથી વધુ ચર્ચાનો વિષય ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન રહ્યો. સંજુ સેમસને તાબડતોડ ઇનિંગ રમી તેને 31 બૉલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારીને મેચ રાજસ્થાન તરફી વાળી લીધી છે. મેચમાં સંજુની આ ઇનિંગ જોઇને સોશ્યલ મીડિયામાં ફરી એકવાર વિકેટકીપર બેટ્સમેને ઋષભ પંતને લોકોએ આડેહાથે લીધો હતો, લોકો અવનવા વિચિત્ર મીમ્સ બનાવીને સંજુની પ્રસંશા અને ઋષભ પંતની મજાક ઉડાવી રહ્યાં છે, લોકોએ પંતને ઘરે બેસીને હવે શાંતિથી હલવા પુરી ખાવાની સલાહ આપી દીધી હતી.