USમાં કંગનાને નડ્યો અકસ્માત, કોણી-માથા પર ઈજા, જાણો કેવી રીતે થયું accident
ઘટના બાદ ફિલ્મ મેકર્સે તમામને હોસ્પિટલ લઈ ગયા જેથી ચેકઅપ કરાવી શકાય. અકસ્માત બાદ પણ કંગનાએ કોઈ બ્રેક ન લીધો અને બીજા દિવસે શૂટિંગ માટે પહોંચી ગઈ. જોકે, પ્રોડ્યૂસર્સ ઈચ્છતા હતા કે તે બ્રેક લે. અકસ્માત પર કંગનાએ કોઈ પ્રતિક્રિયા નથી આપી. ફિલ્મના પ્રોડક્શન યૂનિટના એક સભ્ય શૈલેષ સિંહે કહ્યું, અમે માંડ માંડ બચ્યા છીએ. સારું હતું કે અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા ન થઈ. કંગના બહાદુર યુવતી છે. અકસ્માત બાદ પણ તેણે બ્રેક લેવાની ના પાડી દીધી.
સમાચારપત્રએ એક સૂત્રને ટાંકીને કહ્યું, અકસ્માતને કારણે કારમાં બેઠેલ દરેક વ્યક્તિને શોક લાગ્યો હતો. પરંતુ કોઈને વધારે ઈજા થઈ ન હતી. કંગનાના માથે અને કોણી પર સામાન્ય ઈજા થઈ છે. ઘટનાની થોડી મિનિટ બાદ જ લોકલ પોલિસ ટીમ ઘટનાસ્થળે આવી ગઈ હતી. કંગનાએ બાદમાં બધાને પૂછ્યું કે કોઈને ગંભીર ઈજા તો નથી થઈ ને.
અંગ્રેજી સમાચારપત્ર હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, ઘટના 12 ઓક્ટોબરના રોજ રાત્રે થઈ. તેની કાર એક લોકલ ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. ડ્રાઇવિંગ સમયે ડ્રાઈવરને ઉધરસ આવી અને હાથ સ્ટિયરિંગ વ્હીલ પરથી હટી ગયો. કાર પરથી કન્ટ્રોલ ગુમાવી દીધો. ડ્રાઈવરની બાજુમાં બેઠેસ કંગનાના બોડીગાર્ડે સ્ટિયરિંગ કાબુ લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એવું ન થઈ શક્યું અને કાર રોડ પરથી સ્ટીલની ફેન્સિંગ સાથે ટકરાઈ ગઈ.
મુંબઈઃ બોલીવુડ સ્ટાર કંગના રનૌટ અમેરિકામાં એક એક્સીડન્ટનો ભોગ બની છે. તેના માથે અને હાથ પર ઈજા થઈ છે. મીડિયા અહેવાલ અનુસાર, ઉધરસ હોવાને કારણે તેના ડ્રાઈવરના હાથ સ્ટિયરિંગ વ્હીલ પરથી હટી ગયા હતા. ત્યાર બાદ કાર રસ્તા પરથી ઉતરીને ફેન્સિંગ સાથે ટકરાઈ ગઈ. અકસ્માત સમયે કંગનાની સાથે કેટલાક અન્ય લોકો પણ કારમાં હતા.