રાજકોટના લોહાણા યુવકે કેશોદ dysp કચેરી સામે જ કેમ પીધું ઝેર? શું લખ્યું સૂસાઇડ નોટમાં?
આ લોકોએ મારી સાથે ખોટું કરેલ. એટલે હું દુનિયા છોડીને જાઉં છું. હું મારી ઘરવાળીને ન્યાય મળે એવી વિનંતી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમને ચોથી ઓક્ટોબરે જુપળ બોલાવ્યો, જ્યાં નવ જણાએ મને માર્યો એટલે હું ત્યાંથી ભાગ ગયો હતો. ત્યાર બાદ મારી સામે માળીયા પોલીસને અરજી કરેલ. મને ન્યાય ન મળે માટે. હું આજે કેશોદ ડીવાયએસપી મથકે વિલોપન કરવા માટે આવ્યો. હું મજબૂર છું. કારણ કે મને ખબર છે કે, પોલીસ તેને કંઇ નહીં કરે. મારા મોતના જવાબાદરો હાર્દિક બાલમુકુંદ ધનેશા, ચંદ્રેશ બાલ મુકુંદ ધનેશા, બાલાભાઈ જમનાદાશ ધનેશા, કનુભાઈ જમનાદાશ ધનેશા, ધર્મેન્દ્ર મુકુંદભાઈ ધનેશા છે.
દરમિયાન વારસાઇ સર્ટી કઢાવવા માટે મેં મારા બનેવીને 2.5 લાખ રોકડા આપ્યા હતા. ત્યાર બાદ મારા મમ્મી પડી ગયા હતા. તેમને પગના ઓપરેશન માટે 2.7 લાખ આપ્યા હતા. ત્યાર પચી મને કીધું હતું કે, વારસાઇ સર્ટી આવી જાય એટલે તને પરત કરી આપીશું. ગયા મહિને સર્ટી આવી ગયું. મેં પૈસા માગ્યો તો મને કહ્યું કે, તું પૈસા અને તારી મા બંનેને ભુલી જા. પછી મેં જુનાગઢ પોલીસને અરજી કરી હતી. જોકે, પૈસના જોરે બધું સમેટી લીધું.
રાજકોટમાં રહેતા સમીર નટવરલાલ તન્નાએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મારા મમ્મી છેલ્લા 25 વર્ષી મારા માસી સાથે રહેતા હતા. દોઢ વર્ષ પહેલાં મારા માસી ગુજરી જતાં તેમને કોઈ વારસદાર ન હોવાથી તેમની બધી મિલકત અને રોકડ-દાગીના બધું જ મારા મમ્મીને મળ્યું હતું. મારા મમ્મીની ઉંમર વધારે હોવાથી મારા મમ્મીની દેખરેખ રાખવા માટે મેં મારા બનેવીને તમામ વહિવટ આપ્યો હતો.
જુનાગઢઃ રાજકોટના એક લાહોણા યુવકે કેશોદમાં ડીવાયએસપી કચેરી પાસે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન તેના ખિસ્સામાંથી પોલીસને સૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવકે આપઘાત કરવા પાછળનું કારણ જણાવ્યું હતું. યુવકને કેશોદમાં પ્રાથમિક સારવાર અપાયા પછી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. ત્યારે આ યુવકનું નામ સમીર તન્ના હોવાનું જાણવા મળ્યું છે. આગળ વાંચો સૂસાઇડ નોટમાં યુવકે શું લખ્યું છે?
- - - - - - - - - Advertisement - - - - - - - - -