પ્રિયંકાએ સગાઈની વાત ના કરતાં તેની ખાસ દોસ્ત એવી આ હોટ એક્ટ્રેસ થઈ ગઈ નારાજ, જાણો શું કહ્યું?
ફિલ્મ ભારત છોડ્યા બાદ મીડિયામાં પ્રિયંકા અને નિકની સગાઇની વાત વહેતી થઇ હતી, કહેવાઇ રહ્યું છે કે બન્નેએ લંડનમાં સગાઇ કરી લીધી છે. જોકે હજુ સુધી આ વાતની સ્પષ્ટતા થઇ શકી નથી બન્નેએ સગાઇ કરી લીધી છે કે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સનું માનીએ તો કંગનાને જ્યારે પ્રિયંકાના એન્ગેજમેન્ટ વિશે પુછવામાં આવ્યું તો તે હેરાન પરેશાન થઇ ગઇ. તેને કહ્યું કે, જો સમાચાર સાચા હશે તો તે નારાજ છે કેમકે આ સમાચાર પ્રિયંકાએ તેને કેમ ના કહ્યાં. આમ તો બન્નેની મિત્રતા જોતા કંગનાની નારાજગી યોગ્ય છે.
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારતમાં લીડ એક્ટ્રેસની ભૂમિકામાં હતી, જોકે હવે પ્રિયંકાએ ડાયરેક્ટરને આ વાતની ના પાડી દીધી છે. અને ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે ટ્વીટ કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમને ટ્વીટ કર્યું હતું કે, કે, પ્રિયંકા હવે ફિલ્મનો ભાગ નથી.
મુંબઇઃ સલમાન ખાનની ફિલ્મ ભારત છોડ્યા બાદથી પ્રિયંકા ચોપડા ચર્ચામાં છવાઇ છે. વળી, ચર્ચા છે કે તેને પોતાના કથિત બૉયફ્રેન્ડ નિક જોનસ સાથે સગાઇ કરી લીધી છે. આ રિપોર્ટ્સ હવે મીડિયા અને સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે, જેથી હવે તેની ખાસ ફ્રેન્ડ કંગના રનૌત નારાજ થઇ ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -