જોકે, એનસીપી પ્રમુખ શરદ પવારે ગુરુવારે આવા દાવને ફગાવી દીધો હતો અને કહ્યું કે, એક્ટ્રેસે જે કહ્યું તેનો કોઈ આધાર નથી.
રનૌતે એક ટ્વીટ કરીને જવાબ આપતા બુધવારે ટ્વીટર પર કહ્યું કે, માત્ર મારા માટે જ નહીં પરંતુ ઇમારત માટે હતો અને આ માત્ર મારા ફ્લેટનો મુદ્દો નથી પરંતુ એક ઇમારતનો મુદ્દો છે. આ ઇમારત શરદ પવાર સાથે સંબંધિત છે. અમે તેમના ભાગીદાર પાસેથી ફ્લેટ ખરીદ્યો છે, માટે તે તેના માટે જવાબદાર છે, હું નહીં.
આ વચ્ચે રનૌતના દાવાને લઈને જ્યારે સંવાદતાતાઓએ પવારને સવાલ કર્યો તો તેમણે તેને ફગાવી દીધો. પવારે કટાક્ષમાં કહ્યું કે, “મારી એવી ઇચ્છા છે કે કોઈ મારા નામ પર એક ઇમારતનું નામ રાખે.”