નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ વિકરાળરૂપ લઈ રહ્યું છે અને ભારતમાં 45.50 લાખથી વધારે કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. દેશમાં 76 હજારથી વધારે લોકો આ બીમારીને કારણે પોતાનો જીવ ગુમાવી બેઠા છે. આ વચ્ચે એક એવો આંકડો સામે આવ્યો છે જે તમને ચોંકાવી દેશે.


મે સુધી 64 લાખ લોકોને લાગ્યો કોરોનાને ચેપ!

ICMRએ થોડા દિવસ પહેલા નેશનલ સીરોલોજિકલ સર્વે કરાવ્યો હતે જેના પરિણામ સામે આવી ગયા છે. તેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે કે મેની શરૂઆત સુધીમાં 64 લાખ (64,68,388) લોકોને કોરોના વાયરસના સંપર્કમાં આવાવની વાત સામે આવી છે. તેને ટકાવારીમાં જોઈએ તો 0.73 ટકા વયસ્કો કોરોનાથી સંક્રમિત હોવાની વાત છે.

જો આને બીજા શબ્દોમાં કહીએ તો સીરો સર્વે અનુસાર આરટી-પીસીઆરથી એક કન્ફર્મ પોઝિટિવ કેસ સામે આવી રહ્યો હતો ત્યારે 82થી લઈને 130 કોરોનાના કેસ સામે આવી રહ્યા હતા.

લોકડાઉન દરમિયાનના છે આંકડા

સીરો સર્વે અનુસાર જે જગ્યાઓ પર કોરોનાના કેસ એ સમયે સામે ન આવ્યા તેની પાછળનું કારણ એ છે કે એ વિસ્તારમાં ટેસ્ટિંગની સુવિધા ન હતી અને ત્યાં કોરોનાના ટેસ્ટ મોટી સંખ્યામાં ન થયા. ઉપરાં જ્યારે આ સર્વે કરાવવામાં આવ્યો તો તે સમયે દેશમાં લોકડાઉન પણ હતું.

ક્યારે થયો સર્વે

આ સર્વે 11 મેથી લઈને 4 જૂનની વચ્ચે કરાવવામાં આવ્યો અને 28,000 લોકોને આ દરમિયાન કવર કરવામાં આવ્યા જેના બ્લડ સેમ્પલમાં એન્ટીબોડીઝ મળ્યા જે કોવિડ કવચ એલીસા કિટના ઉપયોગથી આવે છે. આ સર્વેમાં 18 વર્ષથી ઉપરના વયસ્ક લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સર્વેની સેમ્પલ સાઈઝ 28,000 હતી.

ક્યા રાજ્યમાં કરવામાં આવ્યો સર્વે

દેશના 21 રાજ્યોના 70 જિલ્લામાં જઈને 700 ગામ અથવા વોર્ડમાં આ નેશનલ સીરોલોજિકલ સર્વે કરવામાં આવ્યો હતો. તેમાંથી 181 એટલે કે 25.9 ટકા શહેરી વિસ્તાર હતા.

ઉંમર અનુસાર સીરો સર્વેના પરિણામ

18થી 45 વર્ષની વચ્ચે વયસ્કો માટે કરવામાં આવેલ ટેસ્ટની વચ્ચે પોઝિટિવિટી જોઈએ તો 43.3 ટકા લોકો પોઝિટિવ રહ્યા. 46-60 વર્ષની ઉંમરના ગ્રુપમાં 39.5 ટકા લોકો પોઝિટિવ મળી આવ્યા અને 60 વર્ષી ઉપરની ઉંમરના ગ્રુપમાં 17.2 ટકા પોઝિટવ મળી આવ્યા.