રિહાનાએ જે ન્યૂઝ આર્ટિકલને શેયર કર્યો છે તેની હેડલાઈન છે કે, પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ દિલ્લી આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ. તો રિહાનાના ટ્વીટ પર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત ભડકી હતી.
કંગનાએ ટ્વીટના જવાબમાં રિહાનાના અપશબ્દો કહ્યા છે અને આંદોલનકારીઓને આતંકી ગણાવ્યા છે. કંગનાએ ટ્વીટમાં કહ્યું કે, આના વિશે કોઈ વાત એટલા માટે નથી કરતુ કારણ કે, આ ખેડૂતો નથી, આતંકવાદી છે, જે ભારતના ટુકડા માગે છે. જેથી ચીન જેવા દેશો આપણા દેશ પર કબ્જો કરી લે અને યુએસએ જેવી ચાઈનીઝો કોલોની બનાવે છે. તુ શાંતિથી બેસી જા બેવકૂફ. અમે લોકો તમારી જેવા બેવકૂફ નથી, જે દેશને વેચે મારે.
એટલું જ નહીં કંગનાએ ટ્વીટર પર રિહાનાની કેટલીક બોલ્ટ તસવીર શેર કરી તો તે ખુદ જ ટ્રોલ થવા લાગી હતી. સાથે જ તેણે રિહાના અને પોતાની હાથમાં ફૂલ લઈને તસવીર પણ શેર કરી છે. જેમાં તેણે ખુદને રાઈટ વિંગની રોલ મોડલને અને રિહાનાને લેફ્ટ વિંગની રોલ મોડલ ગણાવી છે.
આ ઉપરાંત કંગનાએ રિહાનાની કેટલીક વધુ બોલ્ડ તસવીર શેર કરી અને કેપ્શનમાં ‘સંઘી નારી સબ પર ભારી’ લખ્યું છે. આ સાથે જ તેણે દેશના લોકોને સામે આવી પોતાનો પાવર દેખાડવાની વાત કહી છે. જોકે કંગના પોતાની આ પોસ્ટને લઇ ખુબ જ ટ્રોલ થઇ રહી છે.
કંગનાની રિહાનાની બોલ્ડ તસવીર શેર કરવા પર સોશિયલ મીડિયા પર યૂઝર તેના પર તૂટી પડ્યા અને કંગનાની જ જૂની બોલ્ડ તસવીરો શેર કરીને તેના જૂના દિવસો યાદ અપાવી રહ્યા છે.
કેટલાક ટ્વીટર યૂઝર કંગનાને સવાલ પણ કરી રહ્યા છે કે તમારો જૂનો અવતાર તમે ભૂલશો નહી અને કેટલાક તો કંગનાની તસવીરને લઇ તેને ઠેકડી પણ ઉડાવી રહ્યા છે.