મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હાલ પોતાની આગામી ફિલ્મ ‘પંગા’નું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ત્યારે પ્રમોશન દરમિયાન કંગનાએ કહ્યું કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સૌથી નિડર ખેલાડી છે અને તે ટીમનો પંગા કિંગ છે.



કંગનાએ કહ્યું, “હું પંગા ક્વિન છું અને ટીમ ઈન્ડિયાનો ‘પંગા કિંગ’ ચોક્કસપણે વિરાટ કોહલી છે. તે નિડર છે અને તેની સામે આવતા કોઈ પણ પડકાર માટે તે તૈયાર રહે છે. આ વખતે અમે બન્ને એક જ દિવસ ‘પંગો’ લઈશું. હું થિયેટર્સમાં અને તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેમની ધરતી પર જંગ લડશે. આ ખૂબજ શાનદાર થવાનું છે. ”


અશ્વિની અય્યર તિવારી દ્વારા નિર્દેશિત પંગામાં નીના ગુપ્તા, ઋચા ચડ્ઠા અને જસ્સી ગિલ પણ છે. કંગનાની ફિલ્મની ટક્કર બોક્સ ઓફિસ વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સ્ટારર સ્ટ્રીટ ડાન્સર 3ડી સાથે થશે. બન્ને ફિલ્મો સાથે રિલીઝ થઈ રહી છે.