ટ્વિટર પર એક યૂઝરે રંગોલીને એસિડ ફેંકનાર વિશે પૂછ્યું હતું. ત્યાર બાદ તેણે અનેક ટ્વીટ કરીને પોતાના પર થયેલ એસિડ અટેકની સમગ્ર કહાની સંભળાવી છે. તેણે લખ્યું કે, મારા ઉપર એસિડ ફેંકનારનું નામ અવિનાશ શર્મા છે. તે એ જ કોલેજમાં હતો જ્યાં હું અભ્યાસ કરતી હતી. તેણે મને પ્રપોઝ કર્યું હતું ત્યાર બાદ મેં તેનાથી અંતર રાખ્યું હતું. તે લોકોને કહેતો હતો કે તે મારી સાથે જ લગ્ન કરશે.
રંગોલીએ આગળ જણાવ્યું,’જ્યારે મારા માતા-પિતાએ એક એયરફોર્સ ઓફિસર સાથે મારી સગાઇ કરાવી દીધી તો તે મારી સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગ્યો. મેં તેનો વિરોધ કર્યો અને બાદમાં તેણે મારા પર એસિડ એટેક કરવાની ધમકી આપી. મેં તેની ધમકીઓ પર ધ્યાન આપ્યું નહી. મેં આ વિશે મારા માતા-પિતા અને પોલીસને પણ જાણ કરી નહી… અને આ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.’
રંગોલીનું કહેવું છે,’હું એક પીજીમાં ચાર છોકરીઓ સાથે રહેતી હતી. એક દિવસ એક યુવક આવ્યો અને મારા વિશે પૂંછવા લાગ્યો. મારી મિત્ર વિજયાએ મને કહ્યું કે કોઇ તારા વિશે પૂછી રહ્યો છે. મેં દરવાજો ખોલ્યો તો તે એક ભરેલ જગ લઇને ઉભો હતો અને એક જ સેકન્ડમાં જ ‘છપાક’…’
તમને જણાવી દઇએ કે, રંગોલી વર્ષો પહેલા એસિડ એટેકની અસહ્ય પીડા અનુભવી છે. તેણે ગત કેટલાક સમય પહેલા પણ પોતાની સાથે થયેલ આ ઘટના વિશે વાત કરી હતી.